Assam Accident અસમના કાઝીરંગા વિસ્તારમાં શુક્રવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ગોલાઘાટ જિલ્લાના રોંગાજાન નજીક ટ્રક અને મુસાફરો ભરેલી ટ્રાવેલર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 23 થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. ટ્રાવેલરમાં સવાર મોટાભાગના મુસાફરો વિદ્યાર્થીઓ હોવાનું પ્રાથમિક માહિતીમાં જણાવાયું છે.
અકસાન્ટ એટલો ભયાનક હતો કે ટ્રાવેલરનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અનેક મુસાફરો વાહનની અંદર ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને પોલીસની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.
Assam Accident બોકાખાટથી નાગાંવ જઈ રહી હતી ટ્રાવેલર
પ્રાથમિક અહેવાલો મુજબ, પેસેન્જર ટ્રાવેલર બોકાખાટથી નાગાંવ તરફ જઈ રહી હતી. આ દરમિયાન રોંગાજાન નજીક સામેથી આવી રહેલા ટ્રક સાથે તેની ટક્કર થઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રાવેલરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વાહનમાં સવાર અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, ટ્રાવેલરમાં વિદ્યાર્થીઓ સહિતના મુસાફરો સવાર હતા.
સ્થાનિક લોકો અને પોલીસની બચાવ કામગીરી
અકસાન્ટની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વાહનમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પ્રારંભિક તબક્કે કેટલાક ઘાયલોને કોહોરા મોડેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે જોરહાટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
મૃત્યુઆંક અંગે અલગ-અલગ અહેવાલો
અકસાન્ટ બાદ શરૂઆતમાં 10થી વધુ લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ કેટલાક અહેવાલોમાં મૃત્યુઆંક 12 અને 20 સુધી પહોંચ્યો હોવાનું જણાવાયું હતું. 13 નવેમ્બરના તાજેતરના India Today NEના અહેવાલ મુજબ મૃત્યુઆંક વધીને 23 થયો છે.બચાવ કામગીરી અને તપાસ આગળ વધતાં મૃતકો તથા ઘાયલોની સંખ્યામાં વધુ સ્પષ્ટતા થઈ શકે છે.
પોલીસ દ્વારા અકસ્માતની તપાસ શરૂ
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. ટ્રક અને ટ્રાવેલર વચ્ચે ટક્કર કયા સંજોગોમાં થઈ તેની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતમાં ભોગ બનેલા લોકોની ઓળખ અને અન્ય વિગતો અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

