મહેમદાવાદના આમસરણમાંથી બોગસ તબીબ ઝડપાયો, આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

રાજ્યમાં દિન-પ્રતિદિન બોગસ તબીબો ઝડપાતા હોય છે, આજે મહેમદાવાદમાં વધુ એક મુન્નાભાઇ એમબીબીએસ ડોકટર ઝડપાયો છે. મહેમદાવાદના આમસરણમાંથી એક બોગસ તબીબ ઝડપાયો છે. આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી કરીને આમસરણ ગામમાં બોગસ તબીબ ડિગ્રી વગર કિલનિક ચલાવતો હતો. તાલુકાની આરોગ્ય ટીમે દરોડા પાડતા હનીફ અબ્દુલ મન્સુરી નામનો બોગસ તબીબ ઝડપાયો હતો. આ બોગસ ડોકટર પાસે કોઇ મેડિકલ ડિગ્રી નથી અને ગુજરાત મેડિકલ કાઉન્સીલરનું રજિસ્ટ્રેશન પણ તેની પાસે નથી.

આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન એલોપેથિક દવાઓ સહિત મેડિકલ સાધનો મળીને કુલ 1, 49,738નો મુદ્દામાલ ઝડપાયો છે આરોપી હનીફ મન્સુરી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં બોગસ તબીબી હનીફ મન્સુરી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.નોંધનીય છે કે મહેમદાવાદ પોલીસે બોગસ તબીબ સામે ફરિયાદ નોંધીને વધુ સઘન તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો –  Champions Trophy 2025 NZ vs SA: ડેવિડ મિલરે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇતિહાસ રચ્યો, સેહવાગનો રેકોર્ડ તોડ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *