BJP District President – ગુજરાતમાં ભાજપ દ્વારા વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે 8 શહેરો અને 33 જિલ્લાઓના નવા પ્રમુખોની નિમણૂક કરી છે. આ યાદીમાં જુનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સુરત, ગાંધીનગર, મહેસાણા, નર્મદા, અને બોટાદ જેવા જિલ્લાઓના નવા પ્રમુખોની જાહેરાત થઈ છે. જેમાંથી કેટલાક પ્રમુખો ફરીથી પસંદ કરવામાં આવ્યા છે.
BJP District President – નોંધનીય છે કેજુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, બનાસકાઠાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ: ભરતભાઈ રાઠોડ, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ: અનિલ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરિશ રાજગોર, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખઃ નીલ રાવ, જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, ભાવનગર શહેર પ્રમુખ કૃણાલ શાહના નામની જાહેરાત થઈ હતી.
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો. જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરવામાં આવી હતી. તાજેતરમાં વડોદરા શહેર ભાજપના નવા કોર્પોરેટ સ્ટાઇલ નવા કાર્યાલય નમો કમલમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. જેમાંથી તેઓ શહેર ભાજપનો કાર્યભાર સંભાળશે. બોટાદ જિલ્લા પ્રમુખ તરીકે બીજી મુદત માટે મયુર પટેલની નિમણૂક કરવામાં આવી હતી.
ભાજપે 8 શહેર અને 33 જિલ્લાના નવા જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. આ સાથે ગુજરાત પ્રદેશના નવા પ્રમુખની પણ જાહેરાત થવાની સંભાવના છે. પીએમ મોદી આવતીકાલથી ફરી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય તેવી શક્યતા છે.