Vidhi Megha Murder : અમેરિકામાં ગુજરાતી પાટીદાર યુવતીની હત્યાની ઘટના હજુ તાજી જ છે, ત્યાં હવે કેનેડામાં [Canada] પણ વધુ એક ગુજરાતી યુવતીની હત્યા કરી દેવાતા વિદેશમાં વસતા ભારતીયોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે. આણંદ જિલ્લાના બોરસદની 22 વર્ષીય આશાસ્પદ દીકરી વિધી કલ્પેશભાઈ મેઘા ની [Vidhi Megha] કેનેડામાં ચપ્પુના ઘા મારીને ઘાતકી હત્યા [Murder] કરી દેવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. યુવતીના મોતના સમાચાર વતન પહોંચતા જ તેના પરિવાર અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Vidhi Megha Murder : લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાની આશંકા
પ્રાપ્ત માહિતી અનુસાર, 15મી મેના રોજ અમેરિકાની સરહદ નજીક આવેલા વિસ્તારમાં આ ગોઝારી ઘટના બની હતી. મૃતક વિધી મેઘા છેલ્લા ચાર વર્ષથી કેનેડાના નાયગ્રા રીજન વિસ્તારમાં [Niagara Region] રહેતી હતી અને અભ્યાસની સાથે-સાથે નોકરી પણ કરતી હતી. વિધીની હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી, પરંતુ લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ ચપ્પુ વડે ઘાતકી હુમલો [Knife Attack] કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. વિધીએ કેનેડામાં કાયમી વસવાટ માટે પી.આર. [PR] મેળવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી હતી.
કેનેડા પોલીસે શરૂ કરી તપાસ, પરિવારમાં ભારે શોક [Police Investigation]
આ મામલે કેનેડાની પોલીસે [Canada Police] હત્યાનો ગુનો નોંધી લીધો છે. હુમલાખોર કોણ હતો, હત્યા પાછળનો હેતુ શું હતો અને વિધી તેને ઓળખતી હતી કે નહીં તે દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કરીને સઘન તપાસ શરૂ કરી છે. બીજી તરફ, 22 વર્ષની દીકરીની હત્યાના સમાચાર મળતા જ બોરસદમાં રહેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારજનો ઊંડા આઘાતમાં છે અને દીકરીના હત્યારાઓને પકડીને વહેલી તકે ન્યાય [Justice] મળે તેવી આશા રાખી રહ્યા છે.

