જૂનાગઢના વિસાવદરમાં જ્ઞાતિવાદનો કલંક: રામજી મંદિરના જમણવારમાં દલિતોએ ઘરેથી થાળી-વાટકા લાવવાની શરત, 5 સામે એટ્રોસિટી

Caste Discrimination in Junagadh

Caste Discrimination in Junagadh: આઝાદીના અમૃતકાળમાં પણ સમાજમાંથી આભડછેટ અને જ્ઞાતિવાદના દૂષણો દૂર થયા નથી. જૂનાગઢ [Junagadh] જિલ્લાના વિસાવદર તાલુકાના ભૂતડી [Bhutadi] ગામે માનવતાને શર્મસાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દલિત સમાજ [Dalit Community] સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે.

રામજી મંદિરના મહોત્સવમાં ભેદભાવની શરતો (Caste Discrimination in Junagadh)

વિસાવદરના ભૂતડી ગામે તાજેતરમાં રામજી મંદિરના જીર્ણોદ્ધાર બાદ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે આખા ગામ માટે મહાપ્રસાદ [Community Feast] રાખવામાં આવ્યો હતો. જોકે, આક્ષેપ છે કે અનુસૂચિત જાતિના લોકોને આમંત્રણ આપતી વખતે આયોજકોએ અપમાનજનક શરતો મૂકી હતી. દલિત યુવાન અજય બોરીચાએ [Ajay Boricha] પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તેમને કહેવામાં આવ્યું હતું કે જો જમવા આવવું હોય તો ઘરેથી પોતાના થાળી-વાટકા લઈને આવવાનું રહેશે.

‘પહેલા અન્ય લોકો જમશે, પછી તમને બેસાડાશે’ (Atrocity and Caste Bias Accusations)

આટલું જ નહીં, દલિત સમાજના લોકો માટે બેઠક વ્યવસ્થા અને પીવાના પાણીની સુવિધા પણ અલગ રાખવાની વાત કરવામાં આવી હતી. આયોજકોએ એવી પણ તાકીદ કરી હતી કે ગામના અન્ય વર્ગના લોકો જમી લે ત્યાર બાદ જ દલિતોને જમવા બેસાડવામાં આવશે. આ પ્રકારના જાતિવાદથી વ્યથિત થયેલા સ્થાનિકોએ સામાજિક અગ્રણી ઉમેશભાઈ [Umeshbhai] સાથે મળીને ન્યાયની માંગ કરી છે. અગ્રણીઓએ ચેતવણી આપી છે કે જો તટસ્થ તપાસ નહીં થાય તો એસ.પી. કચેરીએ [SP Office] ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

પાંચ શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ (FIR under Atrocity Act and BNS)

આ ગંભીર મામલે વિસાવદર પોલીસ મથકે [Visavadar Police Station] પાંચ શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા [BNS] અને એટ્રોસિટી એક્ટ [Atrocity Act] હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં બાબુ હપાણી [Babu Hapani], નરેન્દ્ર સીરોયા [Narendra Siroya], રમણીક સોરઠીયા [Ramnik Sorathiya], અતુલ સીરોયા [Atul Siroya] અને કુલા સીરોયા [Kula Siroya] ના નામ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. પોલીસે પંચનામું કરી સાક્ષીઓના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી છે અને આરોપીઓને તપાસમાં જોડાવા નોટિસ પાઠવી છે.

આ પણ વાંચો: પાકિસ્તાનનો ભારત પર હુમલો: કાશ્મીર અને જામિયા મુદ્દે ઝેર ઓક્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *