હિમાચલમાં ભારે વિરોધ વચ્ચે મંડીમાં મસ્જિદના 2 ગેરકાયદે માળ તોડી પાડવાના આદેશ
મંડીમાં મસ્જિદ હિમાચલ પ્રદેશના મંડી શહેરમાં, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની કોર્ટે જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરીને બનાવવામાં આવેલી મસ્જિદને તોડી પાડવાની માંગ સાથે ભારે વિરોધ વચ્ચે મોટો આદેશ આપ્યો છે. બે માળની ગેરકાયદેસર મસ્જિદ તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર એચએસ રાણાની કોર્ટે આ માટે એક મહિના (30 દિવસ)નો સમય આપ્યો છે….

