Tarnetar Mela Ladu Competition Rules સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત યોજાયેલી ‘લાડુ સ્પર્ધા’ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઝાલાવાડની લોકસંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલી આ અનોખી સ્પર્ધાને નિહાળવા માટે મેળામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને દર્શકો ઉમટી પડ્યા હતા.
Tarnetar Mela Ladu Competition Rules : જાણો સ્પર્ધાના નિયમો
આ રસપ્રદ સ્પર્ધાનું આયોજન રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ (ગાંધીનગર), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર (લીંબડી) અને તરણેતર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
આ અનોખી સ્પર્ધાના નિયમો મુજબ તમામ 28 સ્પર્ધકોએ 30 મિનિટના નિશ્ચિત સમયમાં દાળ સાથે બેસનના ખાંડવાળા લાડુ ખાવાના હતા. સ્પર્ધા શરૂ થતાં જ સ્પર્ધકો દ્વારા ઝડપથી લાડુ ખાવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પહેલી 15 મિનિટમાં જ મોટાભાગના સ્પર્ધકો સરેરાશ 15 જેટલા લાડુ આરોગીને સ્પર્ધામાંથી બહાર થઈ ગયા હતા, જેના કારણે અંતિમ તબક્કામાં રસાકસી વધુ રોમાંચક બની ગઈ હતી.
ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત યોજાયેલી ‘લાડુ સ્પર્ધા’
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત યોજાયેલી ‘લાડુ સ્પર્ધા’ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઝાલાવાડની લોકસંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલી આ અનોખી સ્પર્ધાને નિહાળવા માટે મેળામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને દર્શકો ઉમટી પડ્યા હતા.આ રસપ્રદ અને પરંપરાગત સ્પર્ધાનું આયોજન રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ (ગાંધીનગર), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર (લીંબડી) અને તરણેતર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. મેળાની રંગત વધારતી આ લાડુ સ્પર્ધામાં કુલ 28 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેની વચ્ચે ખૂબ જ રોમાંચક જંગ જોવા મળ્યો હતો.

