કર્ણાટકના માંડ્યામાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારો,આગચંપી અને વાહનોમાં તોડફોડ, પોલીસ એલર્ટ

કર્ણાટકના માંડ્યા જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન શોભાયાત્રા પર પથ્થરમારો બાદ સ્થિતિ વધુ વણસી હતી. બે જૂથો વચ્ચે મારામારી બાદ આગચંપી અને વાહનોની તોડફોડના બનાવો બન્યા હતા. વધારાના પોલીસ દળોને તૈનાત કરીને સ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી છે. જો કે આ વિસ્તારમાં તણાવ યથાવત છે.

માંડ્યા  નાગમંગલા વિસ્તારની ઘટના
મળતી માહિતી મુજબ, આ ઘટના મંડ્યા જિલ્લાના નાગમંગલા વિસ્તારમાં બની હતી. કહેવાય છે કે બદરીકોપ્પાલુ ગામના યુવાનો ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા કાઢી રહ્યા હતા. દરમિયાન, નાગમંગલામાં, જ્યારે ગણેશ વિસર્જન સરઘસ એક મસ્જિદ પાસેના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે મસ્જિદ નજીકથી શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ થયો હતો.

દુકાનોમાં તોડફોડ, વાહનો સળગાવ્યા
પથ્થરમારો બાદ પરિસ્થિતિ ધીમે ધીમે વણસવા લાગી અને બંને જૂથો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. તોફાનીઓએ દુકાનોમાં તોડફોડ કરી અને વાહનોને આગ ચાંપી દીધી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, અન્ય જિલ્લાઓમાંથી વધારાના દળોને બોલાવીને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

પરિસ્થિતિ તંગ છે પરંતુ નિયંત્રણમાં છે
ગણેશ વિસર્જન સરઘસ પર પથ્થરમારાની ઘટના બાદ લોકોના એક જૂથે પોલીસ સ્ટેશનમાં વિરોધ કર્યો હતો અને ઘટના માટે જવાબદાર લોકોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. માંડ્યાના એસપી સ્થળ પર છે. દરમિયાન જિલ્લામાં વધારાનો પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી છે. હજુ પણ વિસ્તારમાં તણાવ યથાવત છે.ગણેશ વિસર્જન સરઘસ પર પથ્થરમારાની ઘટના બાદ લોકોના એક જૂથે પોલીસ સ્ટેશનમાં વિરોધ કર્યો હતો અને ઘટના માટે જવાબદાર લોકોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. ઘટના મંડ્યા જિલ્લાના નાગમંગલા વિસ્તારમાં બની હતી. કહેવાય છે કે બદરીકોપ્પાલુ ગામના યુવાનો ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા કાઢી રહ્યા હતા.

આ પણ વાંચો –

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *