તરણેતરના મેળામાં મોતના કૂવાનું સ્ટેજ અચાનક તૂટી પડ્યું,5 લોકો ઇજાગ્રસ્ત

Tarnetar Fair Accident

Tarnetar Fair Accident જગવિખ્યાત તરણેતરના મેળામાં મોતના કૂવામાં સ્ટેજ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મુજબ, મેળામાં મોતના કૂવાના આગળના ભાગમાં બનાવવામાં આવેલું સ્ટેન્ડ અચાનક તૂટતા અકસ્માત સર્જાયો હતો. જેના કારણે પાંચથી છ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. બનાવ સમયે કેટલાક લોકોએ લોખંડની એંગલને ટેકો આપીને પકડી રાખી પોતાનો બચાવ કર્યો હતો, જેથી સહેજ માટે મોટી જાનહાનિ ટળી ગઈ છે, પરંતુ આ બનાવથી મેળામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે.

Tarnetar Fair Accident : બીજા દિવસે મોતના કૂવાની રાઈડમાં સર્જાઈ દુર્ઘટના

વિગતે વાત કરીએ તો, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ (થાન) ખાતે દર વર્ષે ભાદરવા મહિનાની શરૂઆતમાં આયોજિત થતો વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો આ વર્ષે 14મી સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂક્યો છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં આયોજિત 4થી 5 દિવસીય આ મેળાનો આજે બીજો દિવસ (15 સપ્ટેમ્બર, મંગળવાર) હતો. મેળામાં મોતના કૂવાની રાઈડ માણવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, તે દરમિયાન સ્ટેજની આગળનો ભાગ અચાનક ધસી પડ્યો હતો.

ઘટના સમયે હાજર કેટલાક નાગરિકો અને યુવકોએ ભારે લોખંડની એંગલને પકડી રાખીને ટેકો આપ્યો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઈજાગ્રસ્ત થયેલા પાંચથી છ લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. આ દુર્ઘટના બાદ મેળામાં આવનારા લોકોની સુરક્ષા અને રાઈડ્સના ફિટનેસ સર્ટિફિકેટ સામે વહીવટી તંત્રની કામગીરી સામે મોટા સવાલો ખડા થયા છે.

રેન્દ્રનગર જિલ્લાના થાનગઢ (થાન) ખાતે દર વર્ષે ભાદરવા મહિનાની શરૂઆતમાં આયોજિત થતો વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો આ વર્ષે 14મી સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂક્યો છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં આયોજિત 4થી 5 દિવસીય આ મેળાનો આજે બીજો દિવસ (15 સપ્ટેમ્બર, મંગળવાર) હતો. મેળામાં મોતના કૂવાની રાઈડ માણવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, તે દરમિયાન સ્ટેજની આગળનો ભાગ અચાનક ધસી પડ્યો હતો.

બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ, પ્રદેશ કોંગ્રેસે આખું જિલ્લા માળખું કર્યું રદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *