GSSSB Recruitment : ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની અને સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક અત્યંત સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ગ-3 ના જુદા જુદા સંવર્ગો માટે સીધી ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અંતર્ગત ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ ‘જુનિયર ઉદ્યોગ નિરીક્ષક’ અને આરોગ્ય વિભાગ હેઠળ ‘જુનિયર ફાર્માસિસ્ટ’ ની પોસ્ટ માટે OJAS પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
GSSSB Recruitment: જુનિયર ફાર્માસિસ્ટની 266 જગ્યાઓ પર ભરતી
GSSSB ના સત્તાવાર નોટિફિકેશન મુજબ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ જુનિયર ફાર્માસિસ્ટ (વર્ગ-3) ની કુલ 266 જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 6 જૂનથી 25 જૂન (રાત્રે 23:59 કલાક સુધી) OJAS વેબસાઇટ મારફતે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
-
શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસીમાં બેચલર ડિગ્રી (B.Pharm) અથવા ડોક્ટર ઓફ ફાર્મસી (Pharm.D.) ની પદવી હોવી જરૂરી છે. જો ઉમેદવાર પાસે ફાર્મસીમાં ડિપ્લોમા (D.Pharm) હોય, તો તેની સાથે સરકારી સંસ્થા, હોસ્પિટલ અથવા માન્ય ફાર્મા કંપનીમાં 2 વર્ષનો કાર્યઅનુભવ હોવો ફરજિયાત છે.
જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની 60 જગ્યાઓ
ફાર્માસિસ્ટ ઉપરાંત, ઉદ્યોગ કમિશનરની કચેરી હસ્તકની જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની કુલ 60 જગ્યાઓ માટે પણ અરજીઓ મંગાવવામાં આવી છે.
-
શૈક્ષણિક લાયકાત: આ પોસ્ટ માટે ઉમેદવાર પાસે એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજી ક્ષેત્રમાં (સિવિલ એન્જિનિયરિંગ સિવાયની) બેચલર ડિગ્રી હોવી જરૂરી છે. જો ઉમેદવાર એન્જિનિયરિંગમાં ડિપ્લોમા (સિવિલ સિવાય) ધરાવતો હોય, તો તેની સાથે સરકારી બોર્ડ અથવા કંપનીમાં ટેકનિકલ વર્કર તરીકેનો 2 વર્ષનો પ્રેક્ટિકલ કામકાજનો અનુભવ હોવો જરૂરી છે.
નોંધનીય છે કે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની અને સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક અત્યંત સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ગ-3 ના જુદા જુદા સંવર્ગો માટે સીધી ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: GPSC Recruitment 2026: ગુજરાતમાં વર્ગ-1 અને 2 ની 250થી વધુ જગ્યાઓ પર બમ્પર ભરતી

