BJP State President of Gujarat – ગુજરાતમાં ભાજપમાં હાલ પ્રદેશ પ્રમુખની નિમણૂંક માટે કવાયત તેજ કરી દેવામાં આવી છે. હાલમાં ભાજપે જિલ્લા, તાલુકા અને શહેર પ્રમુખોની મોટાભાગની નિમણૂક કરી દીધી છે. જોકે, દરેકની નજર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પર છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ કેન્દ્રીય પ્રધાન બન્યા છે. ભાજપમાં “એક વ્યક્તિ, એક હોદ્દો” પર રહી શકે છે જેથી પાટીલે અગાઉના સમયે પ્રકાશિત કરી હતી કે તેઓ પ્રદેશ પ્રમુખ પદ છોડશે. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખના પસંદગી માટે ભૂપેન્દ્ર યાદવને જવાબદારી સોંપી છે. હાલ તેઓ પણ ગુજરાતમાં હાજર છે, અને નવી પસંદગીના જાહેરાત માટે આજકાલમાં કોઈ સમયે કરવામાં આવી શકે છે. પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે, અને આ દરમિયાન નવો પ્રદેશ પ્રમુખ જાહેર થવાની શક્યતા છે.
BJP State President of Gujarat- સી. આર. પાટીલની વિદાય પછી, ગુજરાત ભાજપના સુકાની પદ પર કોને બેસાડવામાં આવશે તે મુદ્દે રાજકીય અટકળો ગરમ છે. સરકારે અને સંગઠનમાં તાલમેલ જાળવી શકે તેવા નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવાના હાઈકમાન્ડના મંતવ્ય પ્રમાણે, આ વખતે સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી ઓબીસી નેતાને આ પદ પર પસંદ કરવાની શક્યતા છે. હાલ પાટીદાર મુખ્ય પ્રધાન હોવાથી, સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખી ઓબીસી નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવવાની શક્યતા વધી ગઈ છે.
એક ચર્ચા મુજબ, પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવી શકે છે. આ ઉપરાંત, કોઈ મહિલાને પણ પ્રમુખ બનાવવામાં આવશે એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. જો મહિલાના નામ પર અંતિમ સમયે ફેરફાર થાય તો, સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી કોઈ ઓબીસી નેતાને પ્રમુખ બનાવવામાં આવી શકે છે. આ ઉપરાંત, રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના નામની ચર્ચા પણ ચાલી રહી છે. બંનેના નામ પર ચર્ચાઓ થઈ રહી છે. બીજી તરફ, સંઘ સાથે નિકટતા ધરાવતા નેતાને પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવશે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. મયંક નાયક અને અર્જુનસિંહ ચૌહાણ બંને સંઘ સાથે નજીકથી જોડાયેલા છે.
આ પણ વાંચો – IFFCOમાં નોકરી કરવાની ઉત્તમ તક, આ પોસ્ટ માટે ભરતીની જાહેરાત,જાણો તમામ માહિતી