ઈ-ડિટેક્શન – ગુજરાતના વાહનવ્યવહાર વિભાગ દ્વારા ટેક્નોલોજીના માધ્યમથી એન્ફોર્સમેન્ટની કામગીરીને વધુ સશક્ત કરવા તેમજ માર્ગ સલામતી અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે આગામી સમયમાં ઈ-ડિટેક્શન પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ, ગુજરાતમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા તેમજ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના તમામ ટોલ પ્લાઝા પર પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનોનાં પીયુસી, વીમો, ફિટનેસ અને પરમિટ જેવા કોઈપણ ડોક્યુમેન્ટ્સ પરિવહન પોર્ટલ પર ઉપલબ્ધ ન હોય, તો તેમને ઇ-ચલણ મોકલવામાં આવશે.
નોંધનીય છે કે ગુજરાત સરકારની ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ તથા ઈઝ ઓફ લિવિંગની પરિકલ્પનાને સાકાર કરવા એન.આઈ.સી. દ્વારા ઈ-ડિટેક્શન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જે રાજ્યમાં આગામી સમયમાં નેશનલ અને સ્ટેટ હાઇવે તેમ જ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના તમામ ટોલ પ્લાઝા પર લાગૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય તથા રાજ્ય બહારનાં ટ્રાન્સપોર્ટરો તેમ જ વાહન ચાલકો-માલિકોને મોટર વાહન કાયદા અનુસાર વાહનના પીયુસી, વીમો, ફિટનેસ અને પરમિટ જેવા ડોક્યૂમેન્ટ્સ પરિવહન પોર્ટલ પર એક સપ્તાહમાં અપલોડ કરાવી લેવા તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો – Palak Mata Pita Yojana: ગુજરાત સરકારની ખાસ યોજના: પાયલ જેવી દીકરીઓ માટે બની આશીર્વાદ, જાણો કોણ મેળવી શકે લાભ