Flower Show-2025: અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શૉનો થશે આરંભ, જાણો ટિકિટ અને સમય!

Flower Show-2025

Flower Show-2025 – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ફ્લાવર શો-2025   3 જાન્યુઆરીથી ખુલ્લો મુકવામાં આવશે. આ ફ્લાવર શોની સાથે રાજ્યના મુખ્યમંત્રી અમદાવાદમાં ટી સેન્સસની કામગીરીનો આરંભ કરાવશે. ફ્લાવર શોની મુલાકાતે આવનારા મુલાકાતીઓ તેમનો અભિપ્રાય ડિજિટલ સ્વરૂપમાં આપી શકે તે માટે QR કોડ સિસ્ટમ રાખવામાં આવશે. ગત વર્ષના ફ્લાવર શોના આયોજન કરતા, આ વર્ષના ફ્લાવર શો-2025 માટે મ્યુનિસિપલ તંત્ર ત્રણ કરોડ રૂપિયા વધુ ખર્ચ કરશે.

Flower Show-2025 – ફલાવર શો-2025 જોવા માંગતા મુલાકાતીઓને સોમવારથી શુક્રવારના રોજ રૂ. 70 અને શનિવાર અને રવિવારના રોજ રૂ. 100 પ્રવેશ ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત, સવારે 9થી 10 અને રાત્રે 10થી 11 નો સમય પ્રાઈમ ટાઈમ તરીકે રાખવામાં આવ્યો છે, જેમાં પ્રતિ વ્યક્તિ રૂ. 500 ટિકિટ દર વસૂલ કરવામાં આવશે.ફલાવર શો દરમિયાન, જો મુલાકાતીઓ પ્રાઈમ ટાઈમમાં, એટલે કે સવારે 9થી 10 અને રાત્રે 10થી 11 વચ્ચે ફલાવર શો જોવા માંગતા હોય, તો પ્રતિ વ્યક્તિ રૂ. 500 ટિકિટનો દર વસૂલ કરાશે. મ્યુનિસિપલ શાળાના બાળકોને ફ્લાવર શોમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.

આ વર્ષે એન્ટ્રેન્સ એલિફન્ટ, હલ્ક, ડોરેમાન, સ્પોન્જ બોબ, કુંગફૂં પાન્ડા, ફાઈટિંગ બહુલ, સિંહ-વાઘ, મેરમેઇડ હોર્નબીલ, ગાંધીજીના 3 વાંદરા, ઑલિમ્પિક રિંગ, એક પેડ માં કે નામ, એન્ટ્રેન્સ વોલ, કેનયોન વોલ જેવા વિવિધ સ્ક્લ્પચર જોવા મળશે.

આ પણ વાંચો –  9 new municipalities : ગુજરાતમાં 9 નવી મહાનગરપાલિકાઓની મંજૂરી: મુખ્યમંત્રીએ નવા વર્ષની અનોખી ભેટ આપી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *