GSSSB સ્ટાફ નર્સ ભરતી 2026: 131 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, જાણો શૈક્ષણિક લાયકાત અને પગાર

GSSSB સ્ટાફ નર્સ ભરતી 

GSSSB સ્ટાફ નર્સ ભરતી  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના કામદાર રાજ્ય વીમા યોજના નિયામકની કચેરી હસ્તક સ્ટાફ નર્સ (વર્ગ-3) ની કુલ 131 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા ઉમેદવારો OJAS વેબસાઈટ પર 12 ઓક્ટોબર 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

GSSSB સ્ટાફ નર્સ ભરતી અને કેટેગરી મુજબ જગ્યાઓ

આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 131 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામત જગ્યાઓ ખાસ ભરતી ઝુંબેશ હેઠળ અલગથી જાહેર કરાશે. કક્ષાવાર જગ્યાની વિગત નીચે મુજબ છે:

કેટેગરી કુલ જગ્યા મહિલા અનામત
સામાન્ય (General) 46 15
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) 45 14
અનુસૂચિત જાતિ (SC) 16 5
આર્થિક રીતે નબળા વર્ગ (EWS) 13 4
અનુસૂચિત જનજાતિ (ST) 11 3
માજી સૈનિક 13 લાગુ પડતું નથી

શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને પગારધોરણ

  • શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી B.Sc. (Nursing) અથવા માન્ય સંસ્થામાંથી Diploma in General Nursing Midwifery (GNM) નો કોર્સ કરેલો હોવો જોઈએ. નિમણૂક સમયે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન ફરજિયાત છે. કોમ્પ્યુટર અને ગુજરાતી/હિન્દી ભાષાનું જ્ઞાન આવશ્યક છે.

  • વયમર્યાદા: ઉમેદવારની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ (અનામત વર્ગના ઉમેદવારોને નિયમાનુસાર છૂટછાટ મળશે).

  • પગારધોરણ: પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ રૂ. 40,800 ફિક્સ પગાર ચૂકવવામાં આવશે.

પરીક્ષા ફી અને મહત્વની તારીખો

  • અરજી કરવાની તારીખ: 28 સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર 2026

  • ફી ભરવાની છેલ્લી તારીખ: 15 ઓક્ટોબર 2026 (ઓનલાઈન માધ્યમથી)

  • પરીક્ષા ફી: બિનઅનામત કેટેગરી માટે રૂ. 500 અને અનામત કેટેગરી (મહિલાઓ, SC, ST, SEBC, EWS, દિવ્યાંગ, માજી સૈનિક) માટે રૂ. 400 ફી નક્કી કરાઈ છે. પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને જ નિયમાનુસાર ફી પરત (Refund) કરવામાં આવશે.

પરીક્ષા પદ્ધતિ (MCQ Test) અને સિલેબસ

ભરતી માટે કુલ 200 ગુણની ઓબ્જેક્ટિવ (MCQ) લેખિત પરીક્ષા લેવાશે, જેમાં 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે. બંને પેપરમાં સ્વતંત્ર રીતે ઓછામાં ઓછા 40% ગુણ લાવવા ફરજિયાત છે.

  • પેપર-1 (નર્સિંગ વિષય): 100 ગુણ (સમય: 2 કલાક). જેમાં ફંડામેન્ટલ ઓફ નર્સિંગ, મેડીકલ સર્જિકલ નર્સિંગ, મીડવાઇફરી અને પીડીયાટ્રીક નર્સિંગ, મેન્ટલ હેલ્થ અને સાયકિયાટ્રિક નર્સિંગ તથા કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના 20-20 ગુણ રહેશે.

  • પેપર-2 (ગુજરાતી ભાષા): 100 ગુણ (સમય: 2 કલાક). જેમાં ભાષા (30 ગુણ), વ્યાકરણ (40 ગુણ) અને સાહિત્ય (30 ગુણ) નો સમાવેશ થાય છે.

અરજી કેવી રીતે કરવી?: ઉમેદવારોએ OJAS પોર્ટલ (https://ojas.gujarat.gov.in) પર જઈને OTR કર્યા બાદ “Online Application” વિકલ્પમાં જાહેરાત ક્રમાંક 458/2026-27 પસંદ કરી અરજી કરવાની રહેશે અને કન્ફર્મેશન પ્રિન્ટ સાચવી રાખવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *