Gujarat Electricity Tariff Hike: ગુજરાતમાં તહેવારોની મોસમ વચ્ચે જ સામાન્ય જનતા અને વેપારીઓ પર મોંઘવારીનો વધુ એક મોટો આર્થિક માર પડ્યો છે. સરકારી વીજ કંપનીઓ દ્વારા FPPAS (ઈંધણ અને પાવર ખરીદી કિંમત સમાયોજન – Fuel Price and Power Purchase Adjustment) ચાર્જમાં 3.99 ટકાનો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા વધારાના કારણે રાજ્યભરના તમામ ઘર, ઓફિસ, વ્યાપારી સંકુલો અને દુકાનો ધરાવતા વીજ ગ્રાહકોના આગામી માસિક વીજ બિલમાં યુનિટ દીઠ 30 થી 45 પૈસા સુધીનો વધારો જોવા મળશે. તહેવારોના માહોલ વચ્ચે વીજળીના દરોમાં થયેલા આ વધારાથી સામાન્ય પરિવારો અને નાના વેપારીઓના માસિક બજેટ પર ભારે અસર પડશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા માટે આ નિર્ણય મોટી મુશ્કેલી લઈને આવ્યો છે. સરકારી વીજ કંપનીઓના વીજ જોડાણ ધરાવતા ગ્રાહકો માટે FPPAS સચાર્જમાં થયેલા આ વધારાની સીધી અસર આગામી સમયમાં મળનારા વીજ બિલમાં વર્તાશે. તહેવારો ટાણે જ વીજળીના દરો ઊંચકાતા ઘરખર્ચ અને વ્યવસાયિક ખર્ચમાં વધારો થશે, જેની નકારાત્મક અસર તહેવારોની ખરીદી અને સામાન્ય આયોજન પર પડવાની પૂરી શક્યતા છે.
Gujarat Electricity Tariff Hike: સામાન્ય પરિવારો અને નાના વેપારીઓના બજેટ પર થશે સીધી અસર
વીજળીના દરોમાં સમયાંતરે થતા આવા વધારાના કારણે ગ્રાહકોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે. તહેવારોના દિવસોમાં જ્યારે વીજળીનો વપરાશ સામાન્ય રીતે વધી જતો હોય છે, ત્યારે યુનિટ દીઠ 30 થી 45 પૈસાનો વધારો ગ્રાહકોના ખિસ્સા પર મોટો આર્થિક બોજ નાખશે. અગાઉથી જ મોંઘવારીના કારણે મુશ્કેલી અનુભવી રહેલી જનતા માટે વીજ બિલ વધવું એ મોટો આંચકો છે. સંબંધિત તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી સામાન્ય નાગરિકોના માસિક નાણાકીય આયોજનમાં અસમંતુલન સર્જાઈ શકે છે.

