Gujarat Ministers Social Media Influence: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ [Bhupendra Patel] સરકારના મંત્રીઓ હાલ ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરવાને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર વધુ સક્રિય દેખાઈ રહ્યા છે. જનતાની વચ્ચે જઈને તેમના પ્રશ્નો સાંભળવાને બદલે મંત્રીઓને ફેસબુક [Facebook], ટ્વિટર [Twitter] અને ઇન્સ્ટાગ્રામ [Instagram] પર ફોલોઅર્સ વધારવાનું ઘેલું લાગ્યું છે. લોકશાહીમાં જનસંપર્કનું સ્થાન હવે સોશિયલ મીડિયા રીલ્સે લીધું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
ડિજિટલ પ્લેટફોર્મ પર ‘રૂપાળું ગુજરાત’ (Gujarat Ministers Social Media Influence)
છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપનું [BJP Gujarat] શાસન છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર પ્રજાની માળખાકીય સુવિધાઓની સમસ્યાઓ હજુ પણ ઠેરની ઠેર છે. સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર અને દલાલોના ત્રાસથી આમ જનતા પરેશાન છે, ત્યારે બીજી તરફ મંત્રીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર વિકાસના ગુલાબી ચિત્રો રજૂ કરવામાં આવી રહ્યા છે. મંત્રીઓ હવે લોકસેવકને બદલે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર [Social Media Influencer] તરીકે પોતાની છબી ઊભી કરી રહ્યા છે.
મુખ્યમંત્રી અને મંત્રીઓ વચ્ચે લોકપ્રિયતાનો જંગ (Political Rivalry for Popularity)
રાજ્યમાં લોકપ્રિયતા મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી [Harsh Sanghavi] વચ્ચે છૂપો સોશિયલ મીડિયા વોર ચાલતો હોવાની ચર્ચાઓ છે. મુખ્યમંત્રી માટે માહિતી વિભાગની આખી ટીમ કાર્યરત છે, જ્યારે હર્ષ સંઘવી પોતાની ડિજિટલ હાજરી મજબૂત કરવા માટે ખાનગી પીઆર એજન્સીઓનો [PR Agency] સહારો લઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. યુવા મતદારોને આકર્ષવા માટે મંત્રીઓએ હવે આઈટી કંપનીઓને [IT Companies] ભાડે રાખી છે.
ડિજિટલ રેસમાં કોણ છે આગળ? (Social Media Statistics)
સોશિયલ મીડિયાના આંકડાઓની વાત કરીએ તો, ધારાસભ્ય રિવાબા જાડેજા [Rivaba Jadeja] ઇન્સ્ટાગ્રામ પર ૨૬ લાખ ફોલોઅર્સ સાથે સૌથી મોખરે છે. ફેસબુક પર પણ રિવાબા અને હર્ષ સંઘવી ૧૦ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. જ્યારે માઇક્રોબ્લોગિંગ સાઇટ એક્સ (ટ્વિટર) પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૯.૬૭ લાખ ફોલોઅર્સ સાથે રાજ્યના અન્ય નેતાઓ કરતા આગળ છે.
આ પણ વાંચો: ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પ્રથમ જીવનચરિત્ર ગુજરાતીમાં

