Gujarat Shala Praveshotsav ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે યોજાતો સૌથી મોટો શૈક્ષણિક કાર્યક્રમ ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ (Shala Praveshotsav 2026) ની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. સત્તાવાર અહેવાલ અનુસાર, ચાલુ શૈક્ષણિક વર્ષ માટે આ રાજ્યવ્યાપી મહોત્સવ આગામી ૨૩ જૂનથી લઈને ૨૫ જૂન ૨૦૨૬ સુધી એમ ત્રણ દિવસ માટે યોજાશે. આ મહોત્સવ અંતર્ગત રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં પાપા પગલી માંડતા ભૂલકાંઓને કુમકુમ તિલક અને મોં મીઠું કરાવીને આદરપૂર્વક પ્રવેશ અપાવવામાં આવશે.
શાળા પ્રવેશોત્સવ…પ્રગતિનો પ્રવેશોત્સવ
આગામી 23 થી 25 જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ના સુચારુ આયોજન અંગે આજે ગાંધીનગર ખાતે સાથી મંત્રીશ્રીઓ અને શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી.… pic.twitter.com/bxLKpl9wW2
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 17, 2026
Gujarat Shala Praveshotsav કન્યા કેળવણી અને સો ટકા નામાંકન પર વિશેષ ભાર [Kanya Kelavani Mahotsav Gujarat]
અહેવાલ અનુસાર, આ મહોત્સવનો મુખ્ય હેતુ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધારવાનો, ડ્રોપ-આઉટ રેટ (શાળા છોડી દેનારા બાળકોનું પ્રમાણ) ઘટાડવાનો અને ૧૦૦ ટકા નામાંકન સુનિશ્ચિત કરવાનો છે. ખાસ કરીને ‘કન્યા કેળવણી મહોત્સવ’ અંતર્ગત દીકરીઓના શિક્ષણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેથી અંતરિયાળ ગામડાઓમાં પણ કોઈ દીકરી શિક્ષણથી વંચિત ન રહી જાય. ત્રણ દિવસીય આ કાર્યક્રમ દરમિયાન શાળાઓમાં શૈક્ષણિક વાતાવરણને વધુ મજબૂત કરવા અને વાલીઓને જાગૃત કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે.
મંત્રીઓ, IAS અને IPS અધિકારીઓ સંભાળશે મોરચો [Gujarat Shala Praveshotsav Officers List]
અહેવાલ અનુસાર, મુખ્યમંત્રી સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ આઈએએસ (IAS) અધિકારીઓ, આઈપીએસ (IPS) અધિકારીઓ અને વર્ગ-૧ ના ઉચ્ચ પદાધિકારીઓ આ મહોત્સવને સફળ બનાવવા માટે અલગ-અલગ જિલ્લાના ગામડાઓમાં રૂબરૂ મુલાકાત લેશે. અધિકારીઓ ગ્રામીણ સ્તરે જઈને પ્રાથમિક શાળાઓના ભૌતિક માળખા, સ્માર્ટ ક્લાસરૂમ, પીવાના પાણી અને શૌચાલય જેવી સુવિધાઓનું નિરીક્ષણ પણ કરશે. શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (DPEO) ને અત્યારથી જ પૂર્વ તૈયારીઓ શરૂ કરવા અને આયોજનને આખરી ઓપ આપવા કડક આદેશો જારી કર્યા છે.
આ પણ વાંચો: NEET-UG 2026: ગુજરાતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે પરીક્ષા, ઉચ્ચ અધિકારીઓની બેઠક

