India First AI Data Center : ગુજરાતના જામનગરમાં રિલાયન્સના ગ્રીન એનર્જી અને ઇન્ડસ્ટ્રિયલ હબ ખાતે વધુ એક વૈશ્વિક કીર્તિમાન સ્થપાવા જઈ રહ્યો છે. સોશિયલ મીડિયા જાયન્ટ મેટા (Meta – ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) વચ્ચે ભારતનું સૌથી પહેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડેટા સેન્ટર સ્થાપવા માટે એક ઐતિહાસિક સોદો થયો છે. આ કરાર મુજબ, રિલાયન્સના જામનગર કેમ્પસમાં મેટા કંપની પોતાનું આ અત્યાધુનિક ડેટા સેન્ટર ઊભું કરશે, જે ભારતમાં ડિજિટલ ક્રાંતિ અને AI ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ કરશે.
India First AI Data Center: મેટાના ભારતીય યુઝર્સ માટે ગેમ ચેન્જર સાબિત થશે આ સેન્ટર
આંતરરાષ્ટ્રીય ટેક જગત અને બિઝનેસ રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં મેટાના ત્રણેય પ્લેટફોર્મ્સ (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ) ના યુઝર્સની સંખ્યા દુનિયામાં સૌથી વધારે છે. જામનગરમાં સ્થાપવામાં આવનાર આ ડેટા સેન્ટરથી ભારતીય યુઝર્સના ડેટા પ્રોસેસિંગની સ્પીડ અસાધારણ રીતે વધી જશે.
આ સેન્ટર ખાસ કરીને Meta AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) શક્તિશાળી લાર્જ લેંગ્વેજ મોડલ્સ (LLMs) અને ડેટા વર્કલોડને સંભાળવા માટે ડિઝાઇન કરવામાં આવશે. અત્યાર સુધી મેટા કંપનીએ ભારતીય યુઝર્સના ડેટા અને AI ક્વેરીઝ પ્રોસેસ કરવા માટે સિંગાપોર અથવા અન્ય આંતરરાષ્ટ્રીય ડેટા સેન્ટર્સ પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે સ્થાનિક સ્તરે જ તમામ પ્રોસેસિંગ થતાં સેકન્ડના હજારમા ભાગમાં બધી માહિતી અને AI ફીચર્સ એક્સેસ થઈ શકશે.
જામનગરની પસંદગી પાછળ રિલાયન્સનું ગ્રીન એનર્જી વિઝન
મેટા કંપની દ્વારા આટલા મોટા પ્રોજેક્ટ માટે જામનગરની પસંદગી કરવા પાછળનું મુખ્ય કારણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું અદભુત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી (ગ્રીન એનર્જી) રિસોર્સિસ છે. AI ડેટા સેન્ટર્સને ચોવીસે કલાક ચલાવવા માટે અને સુપરકોમ્પ્યુટર્સને ઠંડા રાખવા માટે લાખો મેગાવોટ વીજળી અને અવિરત પાવર સપ્લાયની જરૂર પડે છે.
રિલાયન્સ જામનગરમાં વિશાળ સોલાર પેનલ્સ અને ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ સ્થાપી રહ્યું છે, જે આ ડેટા સેન્ટરને 100% ક્લીન અને ઇકો-ફ્રેન્ડલી ગ્રીન એનર્જી પૂરી પાડશે. આ વૈશ્વિક કરારથી જામનગર માત્ર ઓઇલ રિફાઇનિંગ હબ તરીકે જ નહીં, પરંતુ વૈશ્વિક નકશા પર એક અદ્યતન ડિજિટલ અને AI સુપર સેન્ટર તરીકે પણ ઉભરી આવશે.
આ પણ વાંચો : SIPRI રિપોર્ટનો મોટો ધડાકો: ભારતે પહેલીવાર 12 લાઈવ પરમાણુ વોરહેડ તૈનાત કર્યા

