India Nuclear Deployed : વૈશ્વિક સ્તરે હથિયારો અને સૈન્ય શક્તિ પર નજર રાખતી દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા ‘સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ (SIPRI) દ્વારા તેની વાર્ષિક ‘યરબુક 2026’ જાહેર કરવામાં આવી છે. આ રિપોર્ટમાં ભારતની પરમાણુ સજ્જતા અને સૈન્ય વ્યૂહરચનાને લઈને એક અત્યંત ચોંકાવનારો અને ઐતિહાસિક ખુલાસો કરવામાં આવ્યો છે. સિપ્રિના અહેવાલ મુજબ, ભારતે પોતાની દાયકાઓ જૂની પરમાણુ નીતિમાં મોટો વ્યૂહાત્મક ફેરફાર કરીને ઈતિહાસમાં પહેલીવાર શાંતિના સમયમાં પણ પોતાના પરમાણુ વોરહેડ્સ (Nuclear Warheads) ને ઓપરેશનલ એટલે કે ‘લાઈવ’ તૈનાત કરી દીધા છે.
India Nuclear Deployed : ભારતની ન્યુક્લિયર નીતિમાં ઐતિહાસિક બદલાવ: 12 વોરહેડ્સ લાઈવ
SIPRI ના રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2026 સુધીમાં ભારત પાસે પરમાણુ હથિયારોની કુલ સંખ્યા વધીને 190 થઈ ગઈ છે, જે અગાઉના વર્ષે 180 હતી. આ પરમાણુ જથ્થામાંથી ભારતે ઓછામાં ઓછા 12 પરમાણુ વોરહેડ્સને તેની મિસાઈલ અથવા પરમાણુ સબમરીન (ડિલિવરી સિસ્ટમ) સાથે સીધા જોડીને લાઈવ ઓપરેશનલ મોડ પર તૈનાત રાખ્યા છે.
અત્યાર સુધીની પરંપરાગત રણનીતિ મુજબ, ભારત શાંતિના સમયમાં પોતાના પરમાણુ બોમ્બ અને મિસાઇલોને અલગ-અલગ સ્ટોરેજમાં સુરક્ષિત રાખતું હતું. પરંતુ, તાજેતરમાં પરમાણુ મિસાઈલ લઈ જવા સક્ષમ બે સ્વદેશી સબમરીન—INS અરિઘાત (INS Arighaat) અને INS અરિદમન (INS Aridaman)—સમુદ્રમાં સંપૂર્ણ સક્રિય થતાં ભારતે ‘ડેટરન્સ પેટ્રોલીંગ’ (Deterrence Patrols) શરૂ કરી દીધું છે. આ કદમ દર્શાવે છે કે ભારત કોઈપણ અણધારી સ્થિતિમાં ત્વરિત ‘સેકન્ડ સ્ટ્રાઈક’ (વળતો પરમાણુ હુમલો) કરવા માટે ચોવીસે કલાક સજ્જ છે. જોકે, ભારતે પોતાની ‘નો ફર્સ્ટ યુઝ’ (પહેલા હુમલો ન કરવાની) નીતિ હજુ પણ પૂરી મજબૂતીથી જાળવી રાખી છે.
ચીન-પાકિસ્તાન સાથે પરમાણુ શક્તિની સરખામણી: ડ્રેગનની રફતાર સૌથી તેજ
રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભારતની ન્યુક્લિયર મોર્ડનાઈઝેશન સિસ્ટમ હવે પાકિસ્તાન કરતાં ચીનના વધી રહેલા સૈન્ય જોખમને ધ્યાનમાં રાખીને વધુ કેન્દ્રિત કરવામાં આવી રહી છે. ભારત સતત એવી લોંગ-રેન્જ મિસાઇલો (જેમ કે અગ્નિ સિરીઝ) વિકસાવી રહ્યું છે જે આખા ચીનને પોતાની જદમાં લઈ શકે.
આ પણ વાંચો: અમેરિકાનું ‘અપાચે’ હેલિકોપ્ટર તોડી પડાતા ભડકેલા ટ્રમ્પ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાન પર અમેરિકાના પ્રચંડ હુમલા

