રજનીકાંતની ‘જેલર 2’ માં હૃતિક રોશનની ધમાકેદાર એન્ટ્રી

Jailer 2 Hrithik Roshan : ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી મોટો બ્લાસ્ટ થવા જઈ રહ્યો છે, જેની ચાહકો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. સાઉથના થલાઈવા સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth) ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘જેલર’ ની સિક્વલ ‘જેલર 2’ (Jailer 2) ને લઈને એક સનસનીખેજ ખુલાસો થયો છે. બોલિવૂડના સુપરસ્ટાર હૃતિક રોશન (Hrithik Roshan) આ ફિલ્મમાં એક પાવરફુલ અને એક્શનથી ભરપૂર સ્પેશિયલ કેમિયો (Special Cameo) રોલ કરવા માટે સત્તાવાર રીતે જોડાઈ ગયા છે. આ ફિલ્મ દ્વારા રજનીકાંત અને હૃતિક રોશન પૂરા 40 વર્ષ એટલે કે ચાર દાયકા પછી એકસાથે સ્ક્રીન શેર કરશે, જેને લઈને સિનેમા જગતમાં ભારે ઉત્તેજનાનો માહોલ છે.

Jailer 2 Hrithik Roshan : શાહરૂખ ખાન આઉટ, હૃતિક રોશન ઇન! મેકર્સનો માસ્ટરસ્ટ્રોક 

ઇન્ડસ્ટ્રીના આંતરિક અહેવાલો અને ‘વેરાયટી ઇન્ડિયા’ (Variety India) ના રિપોર્ટ અનુસાર, ડાયરેક્ટર નેલ્સન દિલીપકુમાર આ ખાસ રોલ માટે પહેલા બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન (Shah Rukh Khan) સાથે લાંબી ચર્ચા કરી રહ્યા હતા. ચાહકો પણ રજનીકાંત અને શાહરૂખને એકસાથે જોવા આતુર હતા, પરંતુ શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ ‘કિંગ’ (King) ના શૂટિંગ અને બિઝી શેડ્યૂલના કારણે ડેટ્સ ફાળવી શક્યા નહીં અને તેમણે આ પ્રોજેક્ટમાંથી એક્ઝિટ લીધી હતી.

શાહરૂખના બહાર ગયા બાદ મેકર્સે તાત્કાલિક હૃતિક રોશનનો સંપર્ક કર્યો હતો. હૃતિકને ફિલ્મની સ્ક્રિપ્ટ અને પોતાનો રોલ એટલો પસંદ આવ્યો કે તેમણે તરત જ હા પાડી દીધી. હૃતિક રોશન આગામી 22 અને 23 જૂના રોજ ચેન્નાઈ ખાતે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. શૂટિંગ પહેલા હૃતિકના પાત્ર માટે ખાસ ‘લુક ટેસ્ટ’ (Look Test) નું આયોજન કરવામાં આવ્યું છે. આ પાત્ર માત્ર નાનો કેમિયો નથી, પરંતુ ફિલ્મની વાર્તામાં ટાઈગર મુથુવેલ પાંડિયન (રજનીકાંતનું પાત્ર) ને આગળ વધારવામાં એક અત્યંત મહત્વનો વળાંક સાબિત થશે.

‘ભગવાન દાદા’ ના 40 વર્ષ બાદ ઐતિહાસિક રીયુનિયન 

આ ફિલ્મની સૌથી રોમાંચક અને ઈમોશનલ વાત એ છે કે, હૃતિક રોશને વર્ષ 1986 માં આવેલી એક્શન ફિલ્મ ભગવાન દાદા’ (Bhagwaan Dada) માં એક ચાઇલ્ડ આર્ટિસ્ટ (બાળ કલાકાર) તરીકે પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. તે ફિલ્મમાં હૃતિકે રજનીકાંતના દત્તક પુત્રનો રોલ કર્યો હતો.

હવે બરાબર 40 વર્ષ પછી, વર્ષ 2026 માં, હૃતિક એક પરિપક્વ મેગાસ્ટાર તરીકે પોતાના ‘રજની અંકલ’ સાથે સ્ક્રીન પર એક્શન કરતો જોવા મળશે. હૃતિકે પોતે અગાઉ અનેક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું છે કે તેઓ રજનીકાંતના બહુ મોટા પ્રશંસક છે અને તેમની સાથે ફરી કામ કરવું એ તેમનું એક મોટું સપનું હતું, જે હવે ‘જેલર 2’ દ્વારા સાકાર થઈ રહ્યું છે.

આ પણ વાંચો: salim kumar passes away : નેશનલ એવોર્ડ વિજેતા પ્રખ્યાત અભિનેતા સલીમ કુમારનું 56 વર્ષની વયે નિધન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *