મત ચોરી અને SIR વિવાદ: INDIA ગઠબંધને રાષ્ટ્રપતિ મુર્મુને આવેદનપત્ર સોંપ્યું: CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી

INDIA Alliance Memorandum to President

INDIA Alliance Memorandum to President દેશની ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ, EVM માં છેડછાડ અને મત ચોરીના ગંભીર આક્ષેપોને લઈને વિપક્ષી INDIA ગઠબંધનનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યું હતું. વિપક્ષી સાંસદોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરીને એક વિસ્તૃત આવેદનપત્ર સુપરત કર્યું છે. રાષ્ટ્રપતિને મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “અમને સાંભળવામાં આવ્યા, તે બદલ અંતઃકરણપૂર્વક આભાર.”

આ આવેદનપત્રમાં વિપક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર ચૂંટણી પ્રણાલી તેમજ દેશના લોકશાહી માળખાને નબળું પાડવાનો આરોપ લગાવ્યો છે. વિપક્ષનો દાવો છે કે હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, દિલ્હી અને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓમાં વ્યાપક અનિયમિતતાઓ આચરવામાં આવી છે, જેના કારણે લાખો નાગરિકોના બંધારણીય મતાધિકાર પર અસર પડી છે. તદુપરાંત, મુખ્ય ચૂંટણી કમિશનર પર સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ ગેરમાર્ગે દોરનારી વિગતો રજૂ કરવાનો આક્ષેપ કરાયો છે.

INDIA Alliance Memorandum to President રાષ્ટ્રપતિ સમક્ષ વિપક્ષની 4 મુખ્ય માગણીઓ

વિપક્ષી ભારત ગઠબંધને દેશના બંધારણીય વડા તરીકે રાષ્ટ્રપતિને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરતાં મુખ્ય ચાર મુદ્દાઓ પર પગલાં લેવા રજૂઆત કરી છે:

૧. મુખ્ય ચૂંટણી કમિશનરનું રાજીનામું: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તાત્કાલિક રાજીનામું આપે તેમજ ચૂંટણી કમિશનરોને વિશેષ રક્ષણ આપતા ૨૦૨૩ ના કાયદાને રદ કરવામાં આવે.

૨. SIR પ્રક્રિયા પર તાત્કાલિક રોક: ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયા તુરંત બંધ કરવામાં આવે અને મતદાર યાદીમાંથી કથિત રીતે હટાવી દેવાયેલા ૧૩.૩ કરોડ (૧૩૩ મિલિયન) મતદારોના નામ ફરી ઉમેરવામાં આવે.

૩. પેપર બેલેટથી ચૂંટણી: દેશમાં યોજાતી તમામ ચૂંટણીઓ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ના બદલે બેલેટ પેપર દ્વારા કરાવવામાં આવે.

૪. છેલ્લા બે વર્ષની ચૂંટણીઓ રદ કરવાની માગ: જે રાજ્યોની ચૂંટણીઓમાં ગેરરીતિના પુરાવા મળ્યા હોવાનો દાવો છે, તેવી છેલ્લા બે વર્ષમાં યોજાયેલી તમામ વિધાનસભા ચૂંટણીઓને રદ કરવામાં આવે.

આવેદનપત્રના અંતે વિપક્ષે ભારપૂર્વક જણાવ્યું છે કે જ્યારે તમામ લોકશાહી માર્ગો રૂંધાઈ જાય છે ત્યારે દેશની જનતા આશા સાથે રાષ્ટ્રપતિ તરફ જુએ છે, જેથી બંધારણ અને લોકશાહી મૂલ્યોના રક્ષણ માટે રાષ્ટ્રપતિએ નિર્ણાયક ભૂમિકા ભજવવી જોઈએ.

mustak malek

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *