સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સુરક્ષા વધુ કડક: ‘દસ ખોલી’માંથી હાઈ-સિક્યુરિટી ‘દો સૌ ખોલી’ બ્લોકમાં ખસેડાયો

Lawrence Bishnoi Sabarmati Jail High Security

Lawrence Bishnoi Sabarmati Jail High Security : કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની જેલ અંદરની ગતિવિધિઓ અને ગુનાહિત સામ્રાજ્ય પર સંપૂર્ણ લગામ લગાવવા માટે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ તંત્ર અને તપાસ એજન્સીઓ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને વ્યાપક સુરક્ષા યોજના અમલી બનાવવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલના નાની ક્ષમતા ધરાવતા ‘દસ ખોલી’ (બ્લોક 10) માંથી ખસેડીને જેલના સૌથી કડક અને ચુસ્ત ગણાતા ‘દો સૌ ખોલી’ (બ્લોક 200) તરીકે ઓળખાતા હાઈ-સિક્યુરિટી ઝોનમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે.

સાબરમતી સેન્ટ્રલ જેલનો ‘દો સૌ ખોલી’ વિભાગ એક અતિ-સુરક્ષિત હાઈ-સિક્યુરિટી ઝોન છે જ્યાં દેશના સૌથી ખતરનાક ગુનેગારો અને આતંકવાદીઓ બંધ છે. આ બ્લોકમાં 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના દોષિતો તેમજ દેશવિરોધી પ્રવૃત્તિઓ અને અત્યંત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આશરે 200 કેદીઓને રાખવામાં આવ્યા છે. કેદીઓ વચ્ચે સંપૂર્ણ એકાંત જાળવવા અને એક સેલમાંથી બીજા સેલમાં કોઈપણ પ્રકારની અવરજવર કે સંપર્ક રોકવા માટે આ આખા બ્લોકને ચાર અલગ-અલગ વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં દરેક વિભાગમાં 50 કેદીઓ રહી શકે છે.

Lawrence Bishnoi Sabarmati Jail High Security: ડિજિટલ સંપર્ક પર સંપૂર્ણ બ્રેક અને શિસ્તબદ્ધ જીવનશૈલી

અગાઉ તિહાર કે પંજાબની વિવિધ જેલોમાં બંધ હોવા દરમિયાન જેલમાંથી ફોન કરવા કે વિવાદિત ઇન્ટરવ્યુ આપવાની ઘટનાઓ સામે આવતી હતી. જોકે, સાબરમતી જેલમાં ખસેડાયા બાદ છેલ્લા બે વર્ષમાં તેના તરફથી કોઈ સીધો ફોન કે સંદેશાવ્યવહાર શક્ય બન્યો નથી. તે સંપૂર્ણ એકાંતમાં ચોવીસે કલાક CCTV અને કડક સુરક્ષા કર્મચારીઓની દેખરેખ હેઠળ રહે છે.

 સંવેદનશીલ ગણાતા આ ગેંગસ્ટર અંગે જેલ સત્રોમાંથી મળતી માહિતી મુજબ, જેલના નાના કોષમાં તે એકદમ શિસ્તબદ્ધ અને સંન્યાસી જેવું જીવન વિતાવી રહ્યો છે. તે પોતાના દિવસનો મોટાભાગનો સવારનો સમય ધ્યાન કરવામાં વિતાવે છે, નિયમિતપણે હનુમાન ચાલીસાના પાઠ કરે છે, ધાર્મિક ઉપવાસ રાખે છે અને માત્ર સંપૂર્ણ શાકાહારી આહાર જ લે છે.

અમદાવાદની જાણીતી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી