Election Commission Supreme Court Affidavit: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે કેટલાક વિરોધ પક્ષો દ્વારા એકપક્ષીય અને મનસ્વી નિર્ણયો લેવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા બાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ મામલે ભારતના ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં એક વિસ્તૃત પ્રતિ-સોગંદનામું (એફિડેવિટ) દાખલ કરીને સણસણતો જવાબ આપ્યો છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે અરજદારોએ માત્ર છાપાના સમાચારોના આધારે અરજીઓ તૈયાર કરી છે, જ્યારે હકીકતમાં ‘એસઆઈઆર’ (SIR) ને લગતા તમામ આદેશો ચૂંટણી પંચના ત્રણેય સભ્યોની સર્વસંમતિથી જ લેવામાં આવ્યા હતા.
આગામી મંગળવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની વિશેષ બેન્ચ આ મામલે સુનાવણી હાથ ધરશે. રાકેશ કુમાર સિંહ, શૈલેન્દ્ર મણિ ત્રિપાઠી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધનના 13 નેતાઓ અને ઓવૈસી દ્વારા દાખલ કરાયેલી અરજીઓમાં CEC ને કામચલાઉ હટાવવાની માંગ કરવામાં આવી હતી. જેના જવાબમાં પંચે જણાવ્યું છે કે બંધારણીય જોગવાઈ મુજબ CEC ને હટાવવા માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેટલી જ કડક મહાભિયોગની પ્રક્રિયા જરૂરી હોવાથી અરજદારોની આ માગ કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી.
Election Commission Supreme Court Affidavit: ફોર્મ-6 અને મતદારોની રાહત અંગે મહત્વની ચોખવટ
પંચે સોગંદનામામાં સ્પષ્ટતા કરી છે કે તેમણે ફોર્મ-6 માં જાતે કોઈ ફેરફાર કર્યો નથી, કારણ કે કાયદા મુજબ તેનો અધિકાર માત્ર કેન્દ્ર સરકાર પાસે છે. જોકે, ઓનલાઈન ફોર્મેટની ગેરસમજ દૂર કરવા માટે 21 ઓક્ટોબરથી ઓનલાઈન ફોર્મ-6 ને એસઆઈઆર ઘોષણા ફોર્મથી સાવ અલગ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, જે મતદારોના જૂના રેકોર્ડ હજુ ઓનલાઈન લિંક થયા નથી તેમને રૂબરૂ બોલાવવાના બદલે બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) જાતે તેમના ઘરે દસ્તાવેજો એકત્ર કરવા જશે, જેથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે.
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે કેટલાક વિરોધ પક્ષો દ્વારા એકપક્ષીય અને મનસ્વી નિર્ણયો લેવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા બાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ મામલે ભારતના ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં એક વિસ્તૃત પ્રતિ-સોગંદનામું (એફિડેવિટ) દાખલ કરીને સણસણતો જવાબ આપ્યો છે.

