Asha Bhosle Passed Away : સંગીત જગત માટે આ એક અત્યંત દુઃખદ સમાચાર છે. પોતાના સુરીલા અવાજથી કરોડો દિલો પર રાજ કરનારા બોલિવૂડના મહાન અને લેજન્ડરી ગાયિકા આશા ભોસલે (Asha Bhosle) નું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર દેશ અને બોલિવૂડમાં શોકની લહેર ફરી વળી છે.
Asha Bhosle Passed Away: શનિવારે આવ્યો હતો હાર્ટ એટેક
મળતી માહિતી મુજબ, આશા ભોસલેને શનિવારે હાર્ટ એટેક (Cardiac Arrest) આવ્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક મુંબઈની પ્રખ્યાત બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડૉક્ટર પ્રતીત સમદાનીએ તેમના નિધનની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, “આશા ભોસલેએ અમારી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમનું નિધન મલ્ટી-ઓર્ગન ફેલ્યોર (શરીરના બહુવિધ અંગો કામ કરતા બંધ થવા) ના કારણે થયું છે.”
#WATCH | Mumbai: Legendary singer Asha Bhosle’s son, Anand Bhosle says, “My mother passed away today. People can pay their last respects to her at 11 am tomorrow at Casa Grande, Lower Parel, where she lived. Her last rites will be performed at 4 pm tomorrow at Shivaji Park.” https://t.co/enJlEizboY pic.twitter.com/4WqTd9HYxg
— ANI (@ANI) April 12, 2026
સોમવારે સાંજે 4 વાગ્યે અંતિમ સંસ્કાર
આશાજીના દીકરા આનંદ ભોસલેએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા આ દુઃખદ સમાચારને સમર્થન આપ્યું હતું. આનંદ ભોસલેએ ભારે હૈયે જણાવ્યું કે, “મારી માતાશ્રી આશા ભોસલેનું નિધન થઈ ચૂક્યું છે. સોમવારે સવારે 11 વાગ્યાથી લોકો તેમના નિવાસસ્થાને તેમના અંતિમ દર્શન કરી શકશે. ત્યારબાદ સાંજે 4 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.”લતા મંગેશકરના બહેન અને અદભુત અવાજના માલિક એવા આશા ભોસલેના નિધનથી ભારતીય સંગીત ઉદ્યોગે પોતાનો એક ચમકતો સિતારો ગુમાવ્યો છે.
આ પણ વાંચો: ‘ધુરંધર 2’ એ ઓપનિંગ ડે પર સર્જ્યો ઈતિહાસ, અધધ…કમાણી કરીને તોડ્યા અનેક રેકોર્ડ

