સુરેન્દ્રનગરમાં મગફળીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, કરોડોનું નુકસાનની ભીતિ!

મગફળી ગોડાઉન આગ – સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં આવેલા મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, મગફળીના ગોડાઉનમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કરી અને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના (FCI) ગોડાઉનમાં રાખવામાં આવી હતી. આ ગોડાઉનમાં આગ લાગતા અંદાજે 50 હજાર કિલોથી વધુ મગફળી બળીને ખાખ થઈ ગઈ છે, જેનું આર્થિક નુકસાન કરોડો રૂપિયાનું છે.

મગફળી ગોડાઉન આગ – આ ઘટના બાદ, થાનગઢ અને ચોટીલાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી અને ગોડાઉનની દિવાલ અને શટરો તોડી આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી. બે કલાકની મહેનત બાદ આગ પર મહદઅંશે કાબૂ મેળવવામાં સફળતા મળી છે.સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી આવ્યા છે.   ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા ભારેે જહેમત ઉઠાવી રહી છે.

નોંધનીય છે કે સવારનો સમય હોવાથી ગોડાઉનમાં કોઈ હાજર નહીં હોવાથી સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નહી બનતા દુર્ઘટના ટળી છે. મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો- મહેમદાવાદના આમસરણમાંથી બોગસ તબીબ ઝડપાયો, આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *