Witnesses of the Godhra incident – 2002ના ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયએ SITની ભલામણના આધારે આ 14 સાક્ષીઓની સુરક્ષા હટાવવાનો નિર્ણય કર્યો છે. SIT એ 10 નવેમ્બર 2023ના રોજ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં આ સાક્ષીઓની સુરક્ષા હટાવવાની ભલામણ કરવામાં આવી હતી.
Witnesses of the Godhra incident- નોંધનીય છે કે રિપોર્ટ મુજબ ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવી દેવામાં આવી છે, તેમની સુરક્ષા માટે CISFના 150 સૈનિકો તૈનાત હતા.ગૃહ મંત્રાલયે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા 10 નવેમ્બર 2023ના રોજ આપવામાં આવેલ ભલામણ પર આ નિર્ણય લીધો છે. SITએ આ 14 સાક્ષીઓની સુરક્ષા હટાવવાની ભલામણ કરી હતી, જે એવામાં મુદ્દા સાથે સંકળાયેલા હતા.આ નિર્ણય, ગોધરા કાંડના કાયદેસર અને સુરક્ષા મુદ્દાઓના વિશ્લેષણ બાદ લેવામાં આવ્યો છે.
ગોધરા કાંડ: 14 સાક્ષીઓની સુરક્ષા હટાવાઈ
2002ના ગોધરા કાંડના સંબંધમાં 14 મુખ્ય સાક્ષીઓની સુરક્ષા હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ 14 સાક્ષીઓના નામ નીચે આપેલા છે
હબીબ રસૂબ સૈયદ
અમીનાબેન હબીબ રસૂલ સૈયદ
અકીલાબેન યાસીનમિન
સૈયદ યુસુફ ભાઇ
અબ્દૂલભાઇ મરિયમ અપ્પા
યાકુબ ભાઇ નૂરાન નિશાર
રજતભાઇ અખ્તર હૂસૈન
નજીમભાઇ સત્તાર ભાઇ
માજીદભાઇ શેખ યાનુશ મહમ્મદ
હાજી મયુદ્દીન
સમસુદ્દીન ફરીદાબાનુ
મદીનાબીબી મુસ્તફા
ભાઇલાલભાઇ ચંદુભાઇ રાઠવા
આ પણ વાંચો – ગુજરાતમાં ભાજપે જિલ્લા પ્રમુખોના નામની કરી જાહેરાત