ગુજરાતમાં ભાજપ સરકાર વિકાસલક્ષી કાર્ય રોકેટની ગતિ કરી રહી છે. પ્રજાના પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નોનો સત્વરે નિરાકરણ થાય તે માટે ખાસ કામગીરી કરવામાં આવે છે. મહેમદાવાદમાં પણ વિકાસના પંથ પર ચાલી રહ્યું છે. મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ વિકાસના કાર્ય કરવા માટે હમેંશા પ્રયત્નશીલ રહે છે. પ્રજાની કોઇપણ સમસ્યા કે રજૂઆત સાંભળીને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે ચતત્પર રહે છે. મહેમદાવાદ-મહુધા મુખ્ય સડક પરથી કેસરાથી મોટી મુવાડી રોડની માંગણી પ્રજાએ કરી હતી તેમની રજૂઆતને ધ્યાનમં લઇને તેમણે આ રોડ પાસ કરાવીને આજરોજ ખાતમુર્હત કર્યું હતું. આ રોડ 74,00,000 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે
નોંધનીય છે કે મહુધા-મહેમદાવાદના મુખ્ય સડક પરથી કેસરા-મોટી મુવાડીના રોડનું આજરોજ ખાતમુર્હત કરવામાં આવ્યું હતું,આ રોડના ખાતમુર્હતથી આજુબાજુના ગામ અને પરાના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી,આ રોડના લીધે હજારો ગ્રામજનો માટે પરિવહન કરવું સરળ રહેશ.
ઉલ્લેખનીય છે કે આ ખાત મુર્હત પ્રસંગે મહેમદાવાદના ધારાસભ્ય અર્જનુસિંહ ચૈાહાણ, ભાજપના અન્ય નેતા ગૌતમભાઇ ચૈાહાણ, મહેમદાવાદ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઇ ડાભી, નિલેશભાઇ, મોહનભાઇ, સામાજિક આગેવાન મુન્નાભાઇ મલેક સહિત ડેપ્યુટી સરપંચ કેવલભાઇ પટેલ અને સમાજિક આગેવાન મકસુદભાઇ મલેક ભાવસિહં ડાભી,મનુભાઇ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો – GPSCની આ પરીક્ષાની તારીખ બદલાઇ, આ કારણથી ફેરફાર કરાયો!