રાહુલ ગાંધીએ ગુજરાતના કોંગ્રેસ નેતાની ખોલી પોલ!, કહી આ મોટી વાત

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. શનિવારે રાહુલ ગાંધીએ અમદાવાદમાં મોટું નિવેદન આપ્યું, જેમાં તેમણે ગુજરાત કોંગ્રેસના આંતરિક વિમુખતા અને વિભાજન પર મુદ્દો ઉઠાવ્યો.રાહુલ ગાંધીએ કહ્યું, “હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને હું સ્ટેજ પરથી સ્પષ્ટ કહેવું માંગુ છું કે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષને યોગ્ય દિશા દેખાડી નથી રહી.” તેમણે ગુજરાત કોંગ્રેસમાં બે જૂથો પર ભાર મૂકતાં જણાવ્યું કે, “એક જૂથ એવા લોકોનો છે, જેમના દિલમાં કોંગ્રેસની સાચી વિચારધારા છે, અને બીજું જૂથ એવા લોકોનો છે, જે લોકોથી દૂર છે અને અડધા ભાજપ સાથે જોડાયેલા છે.

નોંધનીય છે કે રાહુલ ગાંધીએ કહ્યું, ગુજરાતના લોકો વિકલ્પ ઈચ્છે છે. બી ટીમ નથી ઈચ્છતા. મારી જવાબદારી આ બે ગ્રુપ્સને છાવરવાની નથી. આપણે કડક કાર્યવાહી કરવી પડશે. 10, 15, 20, 30 લોકોને હાંકી કાઢવા પડે તો પણ અચકાવું ન જોઈએ. આ લોકો ભાજપ માટે અંદરથી કામ કરી રહ્યા છે.રાહુલ ગાંધીએ કહ્યું, હું ગઈકાલે વરિષ્ઠ નેતાઓ, જિલ્લા અને બ્લોક પ્રમુખોને મળ્યો હતો. મારો ધ્યેય તમારા દિલની બાબતોને જાણવા અને સમજવાનો હતો. આ વાતચીતમાં સંગઠન, ગુજરાતની રાજનીતિ અને સરકારની કામગીરીને લગતી ઘણી બાબતો સામે આવી હતી. પરંતુ હું અહીં માત્ર કોંગ્રેસ પાર્ટી માટે નથી આવ્યો, પરંતુ રાજ્યના યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને નાના વેપારીઓ માટે આવ્યો છું.

મેં મારી જાતને પૂછ્યું મારી અને કોંગ્રેસની શું જવાબદારી છે. આશરે 30 વર્ષથી કેમ અહીંયા પક્ષની સરકાર નથી બની. હું જ્યારે આવું છું ત્યારે 2012, 2017, 2022, 2027 ચૂંટણી પર વાત થાય છે. પરંતુ સવાલ ચૂંટણીનો નથી. જ્યાં સુધી આપણે જવાબદારી પૂરી નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતની જનતા આપણને ચૂંટણી નહીં જીતાડે. જે દિવસે આપણે જવાબદારી પૂરી કરીશું ગુજરાતની લોકો કોંગ્રેસને સમર્થન આપશે.

 

આ પણ વાંચો –  GPSCની આ પરીક્ષાની તારીખ બદલાઇ, આ કારણથી ફેરફાર કરાયો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *