Election Commission Circular Controversy: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી [Gujarat Local Body Elections 2026] માટે મતદાનના આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે રાજ્ય ચૂંટણી આયોગના [State Election Commission] એક નવા પરિપત્રએ વિવાદ છંછેડ્યો છે. આયોગે રાજકીય પક્ષોને ચૂંટણી, મતદાન કે મતગણતરી એજન્ટ [Polling and Counting Agent] તરીકે ગુનાઈત ઈતિહાસ ધરાવતી વ્યક્તિઓની નિમણૂક કરવાની છૂટ આપી દીધી છે. લોકશાહીની પવિત્રતા અને નિષ્પક્ષતા સામે સવાલો ઉઠાવતો આ નિર્ણય રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ચૂંટણી એજન્ટોની નિમણૂક અંગે નવો પરિપત્ર (Election Commission Circular Controversy)
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ૨૩ એપ્રિલના રોજ જારી કરાયેલા પરિપત્રમાં એજન્ટોની નિમણૂક અંગેના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે રાજકીય પક્ષો પોતાના વિશ્વાસુ કાર્યકરોને મતદાન મથકો પર એજન્ટ તરીકે બેસાડતા હોય છે, જેમને પંચ સત્તાવાર માન્યતા આપે છે. અત્યાર સુધી એવો નિયમ હતો કે એજન્ટ તરીકે કોઈ ગુનેગાર વ્યક્તિની નિમણૂક કરી શકાય નહીં, પરંતુ નવા આદેશમાં આ મહત્વની જોગવાઈને જ રદ કરી દેવામાં આવી છે.
પરિપત્રનો વિવાદાસ્પદ ફકરો અને જોગવાઈ રદ (Controversial Clause Revoked)
આ પરિપત્રના અંતિમ ભાગમાં કરવામાં આવેલો ઉલ્લેખ સૌથી વધુ આઘાતજનક છે. આયોગે સ્પષ્ટ કર્યું છે કે, ‘નિયુક્ત કરવામાં આવનાર ચૂંટણી એજન્ટ, મતદાન એજન્ટ કે મતગણતરી એજન્ટ પર કોઈ પણ જાતનો ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ અથવા તે ગુનાઈત ઈતિહાસ ધરાવતો ન હોવો જોઈએ’ – આ અગાઉની જોગવાઈ હવેથી રદ કરવામાં આવે છે. આનો અર્થ એ થયો કે હવે રાજકીય પક્ષો રીઢા ગુનેગારોને પણ મતદાન મથકની અંદર સત્તાવાર એજન્ટ તરીકે બેસાડી શકશે.
નિષ્પક્ષતા અને ભયમુક્ત મતદાન સામે સવાલો (Concerns Over Fair and Fearless Voting)
એક તરફ જ્યારે ચૂંટણી પંચ ભયમુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી [Free and Fair Election] કરાવવાના દાવા કરે છે, ત્યારે મતદાન મથકની અંદર જ ગુનેગારોની હાજરી મતદારો પર માનસિક દબાણ ઉભું કરી શકે છે. જો મતદાન મથક પર જ ગુનાઈત તત્વો એજન્ટ તરીકે હાજર હશે, તો સામાન્ય નાગરિક પોતાની મરજી મુજબ વોટ આપવામાં ડર અનુભવી શકે છે. આ નિર્ણયને ઘણા વિશ્લેષકો લોકશાહી માટે કલંક સમાન ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો: મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યા: ચૂંટણી પ્રચાર લોહિયાળ

