Nitesh Rane Convicted : મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા નિતેશ રાણે (Nitesh Rane) ને ૨૦૧૯ ના એક બહુચર્ચિત ‘કીચડ કાંડ’ માં સિંધુદુર્ગની એક અદાલતે દોષિત ઠેરવ્યા છે. અદાલતે સખત શબ્દોમાં કહ્યું છે કે કાયદો બનાવનારાઓને કાયદો હાથમાં લેવાનો કોઈ જ અધિકાર નથી. કોર્ટે નિતેશ રાણેને IPC Section 504 (શાંતિ ભંગ કરવાના ઇરાદે ઇરાદાપૂર્વક અપમાન) હેઠળ દોષિત જાહેર કરી એક મહિનાની જેલની સજા ફટકારી છે.
Nitesh Rane Convicted : શું હતો સમગ્ર મામલો?
આ ઘટના ૪ જુલાઈ ૨૦૧૯ ની છે, જ્યારે નિતેશ રાણે કોંગ્રેસના ધારાસભ્ય હતા. મુંબઈ-ગોવા હાઈવેના પહોળીકરણના કામની નબળી ગુણવત્તા અને રસ્તાઓ પર ભરાયેલા પાણીથી તેઓ નારાજ હતા. તેમણે NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા) ના એન્જિનિયર પ્રકાશ શેડેકરને કંકાવલી પાસે એક પુલ પર બોલાવીને તેમના પર કાદવવાળું પાણી ફેંક્યું હતું. એટલું જ નહીં, એન્જિનિયરને જબરદસ્તી કાદવમાં ચાલવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. આ મામલે રાણે અને તેમના સમર્થકો સામે FIR નોંધાઈ હતી.
Maharashtra court convicts and sentences BJP minister Nitesh Rane to 1-month jail in 2019 case of pouring mud on NHAI engineer
— Press Trust of India (@PTI_News) April 27, 2026
અદાલતની આકરી ટિપ્પણી
એડિશનલ સેશન્સ જજ વી.એસ. દેશમુખે ચુકાદો સંભળાવતા રાજનેતાઓના વર્તન પર આકરી ટિપ્પણી કરી હતી. કોર્ટે જણાવ્યું કે ભલે રાણેનો ઇરાદો લોકોની પરેશાની સામે અવાજ ઉઠાવવાનો હોય, પરંતુ કોઈ સરકારી કર્મચારીનું જાહેરમાં Insult (અપમાન) કરવું તે સત્તાનો દુરુપયોગ છે. જો આવી ઘટનાઓ બનતી રહેશે, તો સરકારી કર્મચારીઓ સન્માન સાથે પોતાની ફરજ બજાવી શકશે નહીં.
ઉપલી કોર્ટમાં અપીલ કરવા સમય
જોકે, કોર્ટે નિતેશ રાણેની સજાને હાલ પૂરતી સસ્પેન્ડ કરી છે અને તેમને ઉપલી અદાલતમાં (Upper Court) અપીલ કરવા માટે સમય આપ્યો છે. આ કેસમાં સામેલ અન્ય ૨૯ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

