IPS અધિકારીઓને ‘દલાલ’ કહેતા ગોપાલ ઇટાલિયા ફસાયા, શું છે સમગ્ર મામલો જાણો

Gopal Italia IPS  Controversy :

Gopal Italia IPS  Controversy : ગુજરાતમાં હાલ રાજકીય માહોલ ગરમાયેલો છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા (Gopal Italia) તેમની વિવાદાસ્પદ નિવેદનબાજીને કારણે મોટી મુશ્કેલીમાં મુકાયા છે. ગોપાલ ઇટાલિયા દ્વારા સિનિયર પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્ર માટે ‘દલાલ’ જેવા અપશબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ અભદ્ર ભાષાને કારણે સમગ્ર પોલીસ બેડામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને IPS Association (આઈપીએસ એસોસિએશન) દ્વારા સખત વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

Gopal Italia IPS  Controversy :  ચૂંટણી આયોગ અને ગૃહ વિભાગને ફરિયાદ

જાહેર મંચ પરથી પોલીસ અને તંત્ર માટે આવી હલકી ભાષાનો ઉપયોગ કરવા સામે IPS એસોસિએશને હવે સીધી Election Commission (ચૂંટણી આયોગ) અને રાજ્યના Home Department (ગૃહ વિભાગ) ને લેખિત ફરિયાદ કરી છે. એસોસિએશનના અધ્યક્ષ અને અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિક, નાયબ અધ્યક્ષ પિયુષ પટેલ અને સચિવ નિપુણા તોરવણે દ્વારા રાજ્યના પોલીસવડા (DGP) ને પત્ર લખીને આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે.

‘પોલીસ ફોર્સનું મોરલ ડાઉન કરવાનો પ્રયાસ’

IPS એસોસિએશનનું સ્પષ્ટ માનવું છે કે, ગોપાલ ઇટાલિયા વારંવાર આવા નિવેદનો આપીને સમગ્ર પોલીસ ફોર્સનું Moral Down (મનોબળ તોડવાનું) કામ કરી રહ્યા છે. જવાબદાર પદ પર બેઠેલા કોઈ MLA (ધારાસભ્ય) દ્વારા સિનિયર અધિકારીઓનું આ રીતે Insult (અપમાન) કરવું તે લોકશાહીની ગરિમા વિરુદ્ધ છે. લેખિત ફરિયાદમાં જણાવાયું છે કે વહીવટી માળખું તટસ્થ રીતે કામ કરતું હોય છે, અને તેના પર આવા આક્ષેપો બિલકુલ ગેરવ્યાજબી છે.હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી આયોગ અને ગૃહ વિભાગ આ Written Complaint (લેખિત ફરિયાદ) પર ગોપાલ ઇટાલિયા સામે શું કડક પગલાં લે છે.

આ પણ વાંચો: મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને મજબૂત કરવાનો આપ્યો સંદેશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *