fake CMO officer : ગુજરાતમાં હવે CMOનો નકલી અધિકારી ઝડપાયો

fake CMO officer

fake CMO officer : ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નકલી સરકારી કચેરીઓ, નકલી વકીલ, નકલી ટોલનાકૂ, નકલી પોલીસ, નકલી આર્મીમેન, નકલી શિક્ષક, નકલી ડોક્ટર, અને નકલી પીએમઓ અધિકારીઓને પકડવામાં આવ્યા છે. આ વિપરીત ઘટનાઓમાં, રાજ્યમાં એક ચોંકાવનારી ઘટના બહાર આવી, જ્યારે સીએમનો નકલી અધિકારી ઝડપાયો છે.

fake CMO officer: પ્રાપ્ત માહિતી અનુસાર  ગુજરાતમાં સીએમઓના નકલી અધિકારી તરીકે ઓળખ આપનાર  નિતેશ ચૌધરી, જે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામના વતની છે, નિતેશ ચૌધરીએ પોતાને સીએમઓ (Chief Minister’s Office)ના અધિકારી તરીકે ઓળખ આપી અને નવસારીના નાયબ કલેક્ટર દેવાંગ ઠાકોર સાથે 23 ઑક્ટોબર 2024 થી 02 જાન્યુઆરી 2025 વચ્ચે ટેલિફોનિક વાતચીત કરી હતી.આ વાતચીત દરમિયાન, નિતેશ ચૌધરીએ વિવિધ સરકારી કામોને આગળ વધારવા માટે સૂચનાઓ આપી હતી અને કામોની પ્રગતિ વિશે માહિતી માંગતી હતી.આ નકલી અધિકારીની આ ઠગાઈથી રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી, અને હવે પોલીસ અને સંબંધિત એજન્સીઓ આ મામલાની વધુ તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે નવસારીના નાયબ કલેક્ટર દેવાંગ ઠાકોરે તપાસ કરતા મુખ્યપ્રધાન કાર્યાલયમાં આવો કોઈ અધિકારી ન હોવાનું જાણવા મળ્યું હતું. આથી તેમણે સીએમઓના નકલી અધિકારી નિતેશ ચૌધરી વિરુદ્ધ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે નિતેશ ચૌધરીની ધરપકડ કરી હતી.

મળતી માહિતી અનુસાર નિતેશ ચૌધરીને તેનો અભ્યાસ અને ગાંધીનગરમાં તેના મૂળ મહેકમ અંગે પુછતા તેણે જુઠાણું ચલાવ્યું હતું કે, તેનું માહિતી ખાતું છે કે કેમ કે તેણે પત્રકારત્વમાં એમએની ડિગ્રી મેળવ્યા બાદ ગુજરાત જાહેર સેવા આયોગની પરિક્ષા પાસ કરી સીધો મુખ્ય પ્રધાન કાર્યાલયમાં જ નિયુક્ત થયો હતો અને આશરે 20 વર્ષથી સીએમઓમાં ફરજ બજાવે છે અને હવે પ્રમોશનની રાહ જોઈ રહ્યો છે. હું સાહેબનો ખુબ વિશ્વાસુ રહ્યો છું વર્ષોથી એટલે પ્રમોશન આવ્યા બાદ દિલ્લી તરફ જવાની શક્યતા છે.

આ પણ વાંચો-   રાજ્ય સરકાર શાળામાં મોબાઇલના વપરાશ પર મૂકી શકે છે પ્રતિબંધ? જાણો કારણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *