ઓસ્ટ્રેલિયામાં બેટિંગ કરતી વખતે ઘાયલ થયો સરફરાઝ ખાન, જાણો હવે કેવી છે તેની હાલત!

ગુરુવારે WACA ખાતે ભારતના પ્રેક્ટિસ સેશન દરમિયાન નેટ્સમાં બેટિંગ કરતી વખતે મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાન ને કોણીમાં ઈજા થઈ હતી પરંતુ તેને એમઆરઆઈની જરૂર નહોતી. ફોક્સ ક્રિકેટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડિયોમાં મુંબઈના સરફરાઝને નેટમાંથી બહાર નીકળતી વખતે તેનો જમણો હાથ પકડી રાખ્યો હતો.

પાછા ફરતી વખતે સરફરાઝ ખાન  કંઈક અસ્વસ્થ દેખાઈ રહ્યો હતો. જો કે, એવું જાણવા મળ્યું છે કે ઈજા ગંભીર નથી અને બેટ્સમેનને એમઆરઆઈ કરાવવાની જરૂર નથી. સરફરાઝ પર્થમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં રમી શકે છે કારણ કે ભારતીય કેપ્ટન રોહિત શર્માના પ્રથમ ટેસ્ટમાં રમવા અંગે શંકા છે. રોહિત તેના બીજા બાળકના જન્મ માટે હજુ પણ મુંબઈમાં છે.જો રોહિત સિરીઝની પ્રથમ મેચ માટે ઉપલબ્ધ ન હોય તો લોકેશ રાહુલને યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કરવા માટે કહેવામાં આવી શકે છે, જે મિડલ ઓર્ડરમાં સરફરાઝ માટે જગ્યા બનાવશે. સરફરાઝે ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું અને ન્યૂઝીલેન્ડ સામેની હોમ સિરીઝમાં તેની પ્રથમ ટેસ્ટ સદી પણ ફટકારી હતી.

જોકે, ઓસ્ટ્રેલિયાની પડકારજનક સ્થિતિમાં મજબૂત બોલિંગ આક્રમણ સામે સરફરાઝ માટે આ એક અલગ પ્રકારનો પડકાર હશે. આ ઉપરાંત, પ્રતિભાશાળી ધ્રુવ જુરેલ પણ એમસીજીમાં ઓસ્ટ્રેલિયા A સામેના પ્રભાવશાળી પ્રદર્શન બાદ અગિયારમાં સ્થાન માટે દાવેદારી ધરાવે છે.

સરફરાઝે ફેબ્રુઆરીમાં ટેસ્ટ ડેબ્યુ કર્યા બાદ છ મેચમાં 37.10ની એવરેજથી 371 રન બનાવ્યા છે. બેંગલુરુમાં સદી સિવાય સરફરાઝને ન્યૂઝીલેન્ડ સામેની અન્ય પાંચ ઇનિંગ્સમાં સંઘર્ષ કરવો પડ્યો હતો અને તે માત્ર 21 રન બનાવી શક્યો હતો. 27 વર્ષીય ખેલાડીને ઓસ્ટ્રેલિયાની ઝડપી અને ઉછાળવાળી પીચો પર પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને મિચેલ સ્ટાર્ક જેવા બોલરોના મુશ્કેલ પડકારનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો-   તિલક વર્માએ વિસ્ફોટક સદી ફટકારીને બનાવ્યો આ રેકોર્ડ, જાણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *