વડોદરા: શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે સાડી અને રાશન કીટ વિતરણ સમારોહ યોજાશે

Shifa Charitable Trust Vadodara Diwali Event:

Shifa Charitable Trust Vadodara Diwali Event: વડોદરા શહેરમાં આગામી દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને માનવસેવા અને લોકકલ્યાણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. શિફા ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા નાતજાત કે ધર્મના કોઈપણ ભેભાવ વિના અનાથ, વિધવા, દિવ્યાંગ તથા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સ્વનિર્ભર બનાવવા અને તહેવારોમાં સહાયરૂપ બનવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી શુક્રવાર, ૩૦ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે વાડી વિસ્તારમાં આવેલા બવાહિરે હોલ ખાતે ‘સાડી અને રાશન કીટ વિતરણ સમારોહ’ યોજાનાર છે.

આ સેવાકીય કાર્યક્રમમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમાર  મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિશેષ અતિથિ તરીકે ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ શેખ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટમહેન્દ્ર વસાણી સહિત મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ કરીમભાઇ મલેક પણ ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં અનેક અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનો પણ સહભાગી થશે.

Shifa Charitable Trust Vadodara Diwali Event: માનવસેવાના ઉમદા કાર્યમાં જોડાવા અપીલ

શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વંચિત અને જરૂરિયાતમંદ પરિવારોને દિવાળીના તહેવાર નિમિત્તે ખુશીઓ વહેંચવાનો છે. ટ્રસ્ટ દ્વારા તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં પધારી માનવસેવાના આ ઉમદા કાર્યમાં સહભાગી બનવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમ સંબંધી વધુ માહિતી માટે મોહમ્મદ હુસેન શેખ (જોનીભાઈ) અને સુલેમાનભાઈ મેમણનો સંપર્ક કરવા જણાવાયું છે.

 

 

આ પણ વાંચો  હવે સરકારી દાખલા પર સિક્કો કરાવવા કચેરીએ જવું નહીં પડે: ડિજિટલ પ્રમાણપત્રો પર જ મળશે ઓફિશિયલ રાઉન્ડ સીલ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *