Mallikarjun Kharge PM Modi Remark: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. બિહારના પટના ખાતે ડૉ. શ્રી કૃષ્ણ સિંહની 139મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ખડગે કોંગ્રેસ કાર્યકરો અને જનમેદનીને સંબોધિત કરી રહ્યા હતા. આ સંબોધન દરમિયાન શ્રોતાઓની ભીડમાંથી એક યુવકે ટિપ્પણી કરી હતી કે વડાપ્રધાન મોદી ક્યાંય જવાના નથી. આ ટિપ્પણીથી નારાજ થયેલા ખડગેએ મંચ પરથી જ ઉગ્ર પ્રતિક્રિયા આપતા વળતો જવાબ આપ્યો હતો કે, “મોદીના પિતાએ પણ જવું પડશે.” ખડગેએ પોતાના સંબોધનમાં પીએમ મોદી પર જૂઠું બોલવાની આદત હોવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો હતો.
Mallikarjun Kharge PM Modi Remark: સભામાં હોબાળો અને કાર્યકરો દ્વારા હુમલો
ખડગેના આ નિવેદન બાદ સભાખંડમાં ભારે હોબાળો અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે શ્રોતાગઢમાંથી પેલી ટિપ્પણી કરવામાં આવી ત્યારે સ્થળ પર હાજર કોંગ્રેસના ઉત્સાહી કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા. “મોદી નહીં જાય” તેમ કહેનાર વ્યક્તિ પર કોંગ્રેસના કાર્યકરોએ કથિત રીતે હુમલો કરી દીધો હતો અને તેને ધક્કા મારીને સભાખંડમાંથી બહાર કાઢી મૂક્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
બિહારના પટના ખાતે ડૉ. શ્રી કૃષ્ણ સિંહની 139મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ખડગે કોંગ્રેસ કાર્યકરો અને જનમેદનીને સંબોધિત કરી રહ્યા હતા. આ સંબોધન દરમિયાન શ્રોતાઓની ભીડમાંથી એક યુવકે ટિપ્પણી કરી હતી કે વડાપ્રધાન મોદી ક્યાંય જવાના નથી. આ ટિપ્પણીથી નારાજ થયેલા ખડગેએ મંચ પરથી જ ઉગ્ર પ્રતિક્રિયા આપતા વળતો જવાબ આપ્યો હતો કે, “મોદીના પિતાએ પણ જવું પડશે.”

