સુપ્રીમ કોર્ટે ઇમરાન પ્રતાપગઢીના કેસ મામલે ગુજરાત સરકારને ખખડાવી,થોડું મગજ વાપરો!

સોમવારે એક કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને ફટકાર લગાવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક કવિતા પોસ્ટ કરવાનો ગુનો બદલ કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ જામનગરમાં FIR નોંધવામાં આવી હતી. આ FIRને રદ કરતી વખતે, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને પોલીસની ઝાટકણી કાઢી હતી બેન્ચે ગુજરાત સરકારને જણાવ્યું, “થોડો તો વિચાર કરો, સર્જનાત્મકતા મહત્વપૂર્ણ છે, આ કવિતા કોઈપણ સમુદાય વિરુદ્ધ નથી.

ઉલ્લેખનીય છે કે ઇમરાન પ્રતાપગઢીએ સોશિયલ મીડિયા પર ‘એ ખૂન કે પ્યાસોં બાત સુનો’ કવિતા શેર કરી હતી, ત્યાર બાદ જામનગર પોલીસે તેમની વિરુદ્ધ FIR દાખલ કરી હતી. FIRમાં તેમના પર ધાર્મિક લાગણીઓ ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઇમરાન પ્રતાપગઢીએ ગુજરાત હાઈકોર્ટમાં FIR રદ કરવા અરજી કરી હતી, પરંતુ તેમને રાહત મળી ન હતી.બાદમાં તેમણે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય એસ ઓકા અને ન્યાયાધીશ ઉજ્જલ ભુયાનની બેન્ચે કહ્યું કે હાઇકોર્ટે કવિતાનું યોગ્ય અર્થઘટન કર્યું નથી. જસ્ટીસ ઓકાએ ગુજરાત સરકારના વકીલ એડવોકેટ સ્વાતિ ઘિલડિયાલને કહ્યું, “કૃપા કરીને કવિતા પર થોડું મગજ લગાવો. સર્જનાત્મકતા પણ મહત્વપૂર્ણ છે.

આ  પણ વાંચો –વડોદરા મહાનગરપાલિકામાં ધોરણ 10 પાસ માટે નોકરીની સુવર્ણ તક!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *