કેપ્ટન સૂર્યકુમાર મળી સૌથી મોટી ખુશી! પત્ની દેવિશાએ આપ્યો દીકરીને જન્મ

Suryakumar Yadav Father :  ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને ટી-20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવના (Suryakumar Yadav) જીવનમાં ખુશીઓનો ડબલ ડોઝ આવ્યો છે. મેદાન પર પોતાના 360-ડિગ્રી શોર્ટ્સથી ચાહકોના દિલ જીતનાર સૂર્યા હવે રિયલ લાઈફમાં પિતા બની ગયો છે. તેની પત્ની દેવિશા શેટ્ટીએ (Devisha Shetty) ગુરુવારે, 7 મે 2026 ના રોજ એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે. આ ખુશખબરી સૂર્યાએ પોતે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી છે, ત્યારબાદ ક્રિકેટ જગત અને ચાહકો તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

Suryakumar Yadav Father : સોશિયલ મીડિયા પર ક્યૂટ પોસ્ટ શેર કરી

સૂર્યકુમાર યાદવે પોતાના ઇન્સ્ટાગ્રામ અને એક્સ (Twitter) હેન્ડલ પર પત્ની દેવિશા સાથે એક ક્યૂટ જોઈન્ટ પોસ્ટ શેર કરીને આ ખુશખબર આપી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, “With giggles, bows, and dreams to unfurl- we welcome our baby girl” (ખિલખિલાહટ, બો અને સપનાઓ સાથે – અમે અમારી દીકરીનું સ્વાગત કરીએ છીએ). યાદવ પરિવારમાં પ્રથમ સંતાન તરીકે લક્ષ્મીનું આગમન થતાં પરિવારમાં ઉત્સવનો માહોલ છે. અગાઉ માર્ચ મહિનામાં દેવિશાના બેબી શાવરની (Baby Shower) તસવીરો પણ ખૂબ વાયરલ થઈ હતી.

કોલેજ લવ સ્ટોરી અને 2016 માં લગ્ન

સૂર્યકુમાર અને દેવિશાની જોડી ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય જોડીઓમાંની એક છે. આ બંનેની લવ સ્ટોરી મુંબઈની આર.એ. પોદાર કોલેજથી શરૂ થઈ હતી. સૂર્યા દેવિશાના ડાન્સ પર ફિદા હતો, જ્યારે દેવિશાને સૂર્યાની બેટિંગ ગમતી હતી. વર્ષો સુધી એકબીજાનો સાથ નિભાવ્યા બાદ, આ કપલે વર્ષ 2016 માં લગ્ન કર્યા હતા. સૂર્યાની ક્રિકેટ કરિયર અને તેની સફળતામાં પત્ની દેવિશાનો ઘણો મોટો ફાળો રહ્યો છે.

IPL 2026 પર અસર: RCB સામેની મેચ ગુમાવી શકે

દીકરીના જન્મના કારણે આઈપીએલ 2026 (IPL 2026) માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના સમીકરણો પર થોડી અસર પડી શકે છે. અહેવાલો મુજબ, સૂર્યકુમાર યાદવ પોતાની પત્ની અને નવજાત દીકરી સાથે સમય પસાર કરવા માટે રાયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે રમાનારી આગામી હાઈ-વોલ્ટેજ મેચમાંથી બ્રેક લઈ શકે છે. તે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે રાયપુર જવા માટે રવાના થયો ન હોવાની પણ માહિતી મળી રહી છે.

આ પણ વાંચો:  મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્લેઓફની રાહ કપરી: હૈદરાબાદ સામેની હાર બાદ હવે ‘કરો કે મરો’ નહીં, પણ ‘જીતો જ’ ની સ્થિતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *