બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ ગેલેક્સઆઈનું ‘મિશન દ્રષ્ટિ’ સફળતાપૂર્વક લોન્ચ

GalaxEye Mission Drishti

GalaxEye Mission Drishti: ભારતીય અંતરિક્ષ ક્ષેત્રે ખાનગી કંપનીઓની વધતી તાકાતનો અહેસાસ આજે સમગ્ર વિશ્વને થયો છે. બેંગલુરુ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ ગેલેક્સઆઈ (GalaxEye) એ ઈતિહાસ રચતા દુનિયાનો પ્રથમ ઓપ્ટોસાર સેટેલાઇટ (World’s first Opto SAR Satellite) સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. આ સિદ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ [PM Narendra Modi] પણ સોશિયલ મીડિયા પર કંપનીને અભિનંદન પાઠવ્યા છે. નોંધનીય છે કે, આ અત્યાર સુધીનો કોઈપણ ભારતીય પ્રાઈવેટ કંપની [Indian Private Company] દ્વારા બનાવવામાં આવેલો સૌથી મોટો સેટેલાઇટ છે.

GalaxEye Mission Drishti: મિશન દ્રષ્ટિ: હાઇબ્રિડ ટેકનોલોજીનો અજાયબી

કંપનીના જણાવ્યા અનુસાર, ‘મિશન દ્રષ્ટિ’ [Mission Drishti] હેઠળ લોન્ચ થયેલો આ ઉપગ્રહ ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ (EO) અને સિન્થેટિક અપર્ચર રડાર (SAR) એમ બે અલગ-અલગ સેન્સરને એક જ પ્લેટફોર્મ પર જોડે છે. સામાન્ય રીતે EO સેન્સર ચોખ્ખા આકાશમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ફોટા પાડે છે, જ્યારે SAR સેન્સર રડાર તરંગોની મદદથી રાત્રે અને ખરાબ હવામાનમાં પણ પૃથ્વી પર નજર રાખી શકે છે. આ હાઇબ્રિડ પ્રણાલી [Hybrid System] પરંપરાગત ઉપગ્રહોની મર્યાદાઓ દૂર કરશે.

ફાલ્કન 9 રોકેટથી સફળ લોન્ચિંગ

આ અત્યાધુનિક સેટેલાઇટનું વજન અંદાજે 190 કિલો છે. તેને સ્પેસએક્સ [SpaceX] ના શક્તિશાળી ફાલ્કન 9 રોકેટ [Falcon 9 Rocket] દ્વારા કેલિફોર્નિયાથી અવકાશમાં મોકલવામાં આવ્યો છે. આ લોન્ચિંગ પૂર્વે 5 વર્ષ સુધી સઘન સ્વદેશી સંશોધન અને પર્યાવરણીય પરીક્ષણો (Environmental Testing) કરવામાં આવ્યા હતા. આ મિશનનો હેતુ કૃષિ, સરહદી સુરક્ષા (Border Surveillance) અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં સચોટ ડેટા પૂરો પાડવાનો છે.

વાદળોની આરપાર જોશે ભારતનો ત્રીજો ડોળો

ઓપ્ટોસાર ટેકનોલોજીની ખાસિયત એ છે કે તે એક જ સમયે ઓપ્ટિકલ અને રડાર ડેટા એકત્રિત કરી બંનેને મિશ્રિત કરીને એક સ્પષ્ટ તસવીર આપે છે. આનાથી ફાયદો એ થશે કે ચોમાસામાં ઘેરાયેલા વાદળો હોવા છતાં પૃથ્વીની હાઇ-રિઝોલ્યુશન ઈમેજ [High-Resolution Image] મેળવી શકાશે. આ ભારતનો સૌથી શક્તિશાળી ડેટા પૂરો પાડતો ઉપગ્રહ સાબિત થશે.

આ પણ વાંચો: બંગાળમાં ચૂંટણી બાદ હિંસા: શુભેન્દુ અધિકારીના PAની હત્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *