સ્વધાર ગૃહ – ધી ગુજરાત મસ્તુરાત (મહિલા) સેવા ટ્રસ્ટનો સમાજસેવામાં અમુલ્ય યોગદાન અવિરત રીતે ચાલું છે,સેવાકિય તમામ પ્રવૃતિ સંસ્થા દ્વારા બાખૂબી કરવામાં આવે છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ધી ગુજરાત મસ્તુરાત (મહિલા) સેવા ટ્રસ્ટની સ્થાપના 1995માં કરવામાં આવી હતી, આ સંસ્થા મર્હુમા મહેરુન્નીંશાબેન મન્સુરી, મર્હુમ શાહજીમીંયા ચિશ્તી, મનિયાર કંપનીના શફીભાઇ મનીયાર, નસીફબેન દફતરી અને સાબીરકાબલીવાલાના પિતાશ્રીએ શરૂઆત કરી હતી. આ સંસ્થાના સ્વધારા ગૃહ (વિધવા અને અનાથબાળકોને રહેવાનો આશ્રય) માટે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપી.જે.અબ્દુલ કલામના યોગદાનથી બાગે નિસાત પાસે 2000 વારનો પ્લોટ મળ્યો હતો આજે સ્વધારાની નવી બિલ્ડિંગ તૈયાર થઇ ગઇ છે. સંસ્થા માનવસેવા માટે પુષ્કળ કામ કરી રહી છે. આપની આવકમાંથી ઝકાત,ફીતરા, સદકા, અને લિલ્લાહનું દાન આપીને સંસ્થાના ભગીરથ કાર્યને વધુ વેગવતું બનાવવા નમ્ર અપીલ કરવામાં આવે છે.
નોંધનીય છે કે ધી ગુજરાત મસ્તુરાત (મહિલા) સેવા ટ્રસ્ટમાં અનેક સામાજિક કાર્ય કરવામાં આવે છે. ટ્રસ્ટના નેજા હેઠળ સ્વધાર ગૃહની સ્થાપના કરવામાં આવી, આ ગૃહમાં વિધવા બહેનો,અનાથ બાળકો માટે શ્રેષ્ઠ સગવડો સાથે તેમને રહેવાની ઉત્તમ સેવા પૂરી પાડવામાં આવે છે.વિધવા અને બાળકો સાથે કુલ 50 લોકો સ્વધારા ગૃહમાં આશરો લઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કેે ધી ગુજરાત મસ્તુરાત (મહિલા) સેવા ટ્રસ્ટ સમાજ માટે અનેક સમાજલક્ષી સેવા પણ કરી રહી છે. સીવણ વર્ગ,કોમ્યુટરસેન્ટર, મહેંદી કલાસ, રસોઇ કલાસ , સહિત ફેશન ડિઝાઇનના તાલીમ વર્ગો ચાલી રહ્યા છે.આ ઉપરાંત ડોમેસ્ટિક હિંસા અને કાઉન્સેલિંગ સેન્ટર પણ ચલાવવામાં આવે છે.
સંસ્થા દ્વારા નિયમિત રીતે 150 લોકોને નિ:શુલ્ક ટિફિન સેવાઓ પુરી પાડવામાં આવે છે,સંસ્થા તેમના નિયમ ધોરણ અનુસાર નિયમિત પણે ટિફિન સેવા અવિરત રીતે ચલાવી રહી છે. આ તમામ લોકોની મેડિકલની સુવિધા સાથે કપડા સુધીની પણ સગવડતા કરવામાં આવે છે.
ધી ગુજરાત મસ્તુરાત (મહિલા) સેવા ટ્રસ્ટ દ્વારા જનસેવા કેન્દ્ર પણ કાર્યરત કરવામાં આવ્યો છે, સંસ્થા કેન્દ્ર કે રાજ્યની તમામ યોજનાના ફોર્મ ઓનલાઇન ભરી આપે છે તે પણ વિના મૂલ્ય.
જે વિધાર્થી જરૂરિયાત મંદ છે, તે NEETની પરીક્ષા પાસ કરીને MBBS એટલે ડોકટર બનવા માટેઅભ્યાસ કરવા માંગે છે તેની તમામ ફી સંસ્થા ચૂકવે છે.
સંસ્થા વર્ષમાં એકવાર 1260થી વધુ અનાજની કિટ વિતરણ કરે છે, તે બકરી ઇદથી લઇને રમઝાન મહિનાના ત્રણ મહિના પહેલા કિટ વિતરણ કરે છે.
સંસ્થા દ્વારા વર્કિગ વુમન હોસ્ટેલ પણ કાર્યરત કરી દેવામાં આવી છે,150થી વધુ બહેનો આ સેવાનો લાભ સારી રીતે લઇ રહી છે.આ ઉપરાંત ગર્લ્સ રીંડિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વિધાર્થિનીઓ માટે ખાસ લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
નોંધનીય છે કે સંસ્થા દ્વારા foodbankની પણ સેવા કાર્યરત કરી છે, જે લોકોના ઘરે પ્રસંગ હોય કે દાવત હોય અને વધેલું જમવાનું સંસ્થામાં આપી શકે છે. આ વધેલું ખોરાક જરૂરિયાત મંદ લોકોને પહોંચાડી દેવામાં આવે છે.
આ પણ વાંચો- Ramadan 2025 : રમઝાનમાં શું છે ‘અશરા’? તેના મહત્વ વિશે જાણો