બનાસકાંઠામાં બે વર્ષમાં 172 ચેકડેમ તૂટ્યા, માત્ર 10નું સમારકામ; 162 હજુ બિસ્માર
Banaskantha Check Dam અંગે વિધાનસભામાં રજૂ થયેલી સરકારી વિગતો મુજબ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ 172 ચેકડેમ તૂટી પડ્યા છે. જળસંચય માટે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા આ ચેકડેમોની આ સ્થિતિને પગલે બાંધકામની ગુણવત્તા અને જાળવણી સામે સવાલો ઊભા થયા છે. બનાસકાંઠા જિલ્લો પાણીની અછતનો સામનો કરતો વિસ્તાર છે. અહીં ચોમાસા દરમિયાન વરસાદી…

