ડાકોરમાં નૂતન વર્ષની અનોખી પરંપરા: રાજા રણછોડરાયને ધરાવાયો 151 મણનો ભવ્ય અન્નકૂટ, પ્રસાદી લૂંટવા ઉમટ્યા ભક્તો
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નૂતન વર્ષની ઉજવણી અનોખી ધાર્મિક પરંપરા સાથે કરવામાં આવી હતી. દિવાળીના બીજા દિવસે ભગવાન રાજા રણછોડરાયને ૧૫૧ મણનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મંદિર દ્વારા આસપાસનાં ૮૦ જેટલાં ગામના લોકોને અન્નકૂટની પ્રસાદી લૂંટવા માટે આમંત્રણ આપવામાં આવતાં ગામેગામથી મોટી સંખ્યામાં લોકો ડાકોર ઉમટી પડ્યા હતા. મંદિરના દ્વાર ખુલતાની સાથે જ…

