Suggestions regarding UCC – ગુજરાત સરકાર દ્વારા સમાન સિવિલ કોડ (UCC) લાગુ કરવાની જરૂરિયાતને મુલ્યાંકિત કરવા માટે એક નવી સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ ગુજરાતના રહેવાસીઓના વ્યક્તિગત કાયદાઓની સમીક્ષા કરશે અને UCC ની શક્યતાઓ અંગે કાયદાની રૂપરેખા પ્રસ્તાવિત કરશે. પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ UCC મામલે મંતવ્ય આપવાની સમય મર્યાદા વધારવાની રજૂઆત કરી હતી, તેમની રજૂઆત સંદર્ભે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સમિતિનો અધ્યક્ષ, ન્યાયમૂર્તિ રંજના દેસાઈ એ UCC અંગે ગુજરાતના નાગરિકોને તેમના મંતવ્યો અને સૂચનો મોકલવાની અપીલ કરી છે. શરૂઆતમાં 24 માર્ચ 2025 સુધી મંતવ્યો મોકલવાની છેલ્લી તારીખ રાખવામાં આવી હતી, પરંતુ હવે આ તારીખ વધારીને 15 એપ્રિલ 2025 કરવામાં આવી છે.
આ મૂલ્યાંકન અને સૂચનો-મંતવ્યો માટે ગુજારાતના રહેવાસીઓ, સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષોને https://uccgujarat.in/ વેબસાઇટ, ucc@gujarat.gov.in ઈ-મેઈલ અથવા કર્મયોગી ભવન, ગાંધીનગર ખાતે મોકલવા માટે અપીલ કરવામાં આવી છે.