અમદાવાદ મુસ્લિમ વિમેન એસોસિએશન ( અમવા) સંસ્થા મહિલાઓ અને સમાજ માટે સરસ કામગીરી કરી રહી છે. જુહાપુરામાં આવેલ અમવા સંસ્થા સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વ બાખૂબી નિભાવી રહી છે. અમવા આયોજિત મહિલા સશક્તીકરણ અભિયાન અંતર્ગત મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે ફ્રીમાં સિલાઇ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું,
આજ તા.20/3/25 નાં રોજ મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત અમવા દ્વારા 14 મહિલા સાહસિકો ને સિલાઈ મશીન આપવામાં આવ્યાં હતા. પંજાબ નેશનલ બેંક નાં નિવૃત્ત અધિકારી તસ્લીમા સૈયદ અને અમવાનાં નફીસા મુલ્લાએ હાજર રહી બહેનોને માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતું.
ધી મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સો.લિમિટેડ નાં પ્રમુખ જનાબ મહંમદ શરીફ દેસાઈ એ સૌને આવકાર આપી સંસ્થા પરિચય કરાવ્યો હતો
રિજવાના કુરેશીએ કાર્યક્રમ નું આયોજન અને સંચાલન કર્યુ હતું. સમગ્ર ટીમ, ઝાકેરાબેન, માહેનુર, જુબેદા બેન, કુ.સુહાના દેસાઈ વગેરેએ કાર્યક્રમ ને જહેમત થી સફળ બનાવ્યો હતો. કાર્યક્રમ ને અંતે એક દિલેર દાતાએ સ્પોન્સર કરેલ કિટ્સ નું વિતરણ જરૂરિયાતમંદ બહેનોને કરવામાં આવ્યું હતું.