શિક્ષણ વિભાગે જૂના શિક્ષકોની ભરતીને લઇને આ ઠરાવ કર્યો,જાણો તેના વિશે

ગેરહાજર શિક્ષક

રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતીને લઈ ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં જૂના શિક્ષકોની ભરતી બાબતે ઠરાવ પસાર કરાયો છે. જેમાં 5 વર્ષનો સળંગ શૈક્ષણિક અનુભવ ધરાવતા શિક્ષકો અરજી કરી શકશે. તેમજ જાહેરાતની તારીખે 2 વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેવા શિક્ષકો અરજીપાત્ર રહેશે. તેમજ નોકરી દરમિયાન ભરતી અને બદલીનો લાભ ન લીધો હોય તેવા શિક્ષક અરજીપાત્ર રહેશે.

જૂના શિક્ષક તરીકે લાયકાત અને પાત્રતા

શિક્ષણ વિભાગ હસ્તકની બિનસરકારી અનુદાનિત માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં ઓછામાં ઓછો પાંચ વર્ષનો સળંગ શૈક્ષણિક અનુભવ ધરાવતા, હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક આ નિયમોની જોગવાઇઓને આધિન અરજી કરવાપાત્ર રહેશે.

 જાહેરાતની તારીખે વયનિવૃત્તિ માટે ૨(બે) વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેવા શિક્ષક જુના શિક્ષક તરીકે ભરતી માટે અરજી શકશે નહીં.

ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણે, ઉમેદવાર કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.

શિક્ષક તરીકેના સમગ્ર સેવાકાળ દરમ્યાન એક પણ વખત જૂના શિક્ષક તરીકે ભરતી/બદલીનો લાભ લીધેલ ન હોય તેવા મદદનીશ શિક્ષક જ અરજી કરવાપાત્ર રહેશે. (શિક્ષક તરીકેના સમગ્ર સેવાકાળ દરમ્યાન જૂના શિક્ષક તરીકે ભરતી/બદલીનો લાભ માત્ર એક વખત મળવાપાત્ર થશે.

જૂના શિક્ષકની જગ્યા માટેની અરજી કરવા બાબત.

જૂના શિક્ષકની જગ્યા માટેની અરજી કરવા ઈચ્છતા ઉમેદવારે, જાહેરખબરમાં નિર્દિષ્ટ કરવામાં આવેલ સૂચનાઓ અનુસાર નિયત નમૂનામાં, નિયત ફી સાથે નિયત સમયમર્યાદામાં પસંદગી સમિતિને અરજી સાદર કરવી જોઇશે.

ઉમેદવારની નિમણુક જે માધ્યમ, વિભાગ, વિષય અને કેટેગરી માં થયેલ હશે તે જ માધ્યમ, વિભાગ, વિષય અને કેટેગરી માટે ઉમેદવાર અરજી કરી શકશે.

ઉમેદવારે કરેલ અરજી પત્રક પાછું ખેંચવા અને ચૂકવેલ અરજી ફી ની રકમ પરત મેળવવાની વિનંતી કોઇપણ સંજોગોમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ભવિષ્યમાં ઉમેદવાર આ અંગે કોઈ હક્કદાવો કરી શકશે નહીં.

એક કરતા વધારે અરજી કરેલ ઉમેદવારની ઉમેદવારી રદ થવાને પાત્ર રહેશે.

બિનસરકારી અનુદાનિત લઘુમતી શાળાઓના શિક્ષકો જૂના શિક્ષકની ભરતી માટે અરજી કરવાને પાત્ર ગણાશે નહીં.

ઉમેદવારે જૂના શિક્ષક તરીકે અરજી કરતા પૂર્વે જે શાળામાં હાલ નોકરી કરે છે તે શાળા મંડળ/આચાર્યની NOC મેળવવાની રહેશે અને NOCની નકલ ડૉક્યુમેન્ટ વેરિફીકેશન વખતે રજૂ કરવાની રહેશે. શાળા મંડળ/આચાર્ય તરફથી સમયમર્યાદામાં ગેરવ્યાજબી કારણોસર NOC ન મળવાના કિસ્સામાં સબંધિત જિલ્લા શિક્ષણાધિકારી NOC આપી શકશે પરંતુ આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-૧૯૭૨, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪ અને ગ્રાન્ટ-ઈન- એઈડ કોડ-૧૯૬૪ની જોગવાઈઓ તથા મળેલ સત્તાનુસાર શાળા અને શાળામંડળ વિરુધ્ધ કાર્યવાહી કરવાની રહશે. જૂના શિક્ષક તરીકે અરજી કરતી વખતે ઉમેદવારે ફરજ બજાવેલ શાળા/મંડળનું ‘ખાતાકીય તપાસ ચાલુ કે પડતર નથી.’, ‘કોર્ટ કેસ અને ક્રિમિનલ કેસ ચાલુ કે પડતર નથી.’,’કોઈ નાણાંકીય લેણું બાકીમાં નથી’ આ મુજબનાં ‘પ્રમાણપત્ર’ રજૂ કરવાના રહેશે.

આ પણ વાંચો- ગુજરાત સરકારે પોલીસની બદલીને લઇને લીધો મહત્વનો નિર્ણય,જાણો તમામ વિગત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *