CM મમતા બેનર્જી અને જુનિયર ડોક્ટરો વચ્ચેની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. બેઠકમાં 42 તબીબોએ હાજરી આપી હતી. મમતા બેનર્જીએ વાતચીત કરીને તમામ મુ્દ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. મીટિંગ પૂરી થયા બાદ મમતા બેનર્જીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમે જુનિયર ડોકટરોએ જે કહ્યું તેમાંથી 99% સ્વીકાર્યું છે. સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે. મૂળભૂત રીતે અમે તબીબોની ત્રણ માંગણીઓ સ્વીકારી છે. જુનિયર ડોકટરોએ ડીએમઈ, ડીએચએસ, આરોગ્ય સચિવને હટાવવાની માંગ કરી હતી. જે બાદ અમે નિર્ણય લીધો છે કે DME, DHSને તેમના પદ પરથી હટાવવામાં આવશે.
સીએમ મમતાએ કહ્યું કે આવતીકાલે સાંજે 4 વાગ્યા પછી હું કોલકાતા પોલીસમાં મોટા ફેરફારો કરીશ. એમ કહીને મમતા બેનર્જીએ કોલકાતા પોલીસના ડેપ્યુટી કમિશનરને હટાવવાની જાણકારી આપી અને એમ પણ કહ્યું કે, આવતીકાલે નવા ડેપ્યુટી કમિશનરની નિમણૂક કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, જુનિયર ડોક્ટરોએ કોલકાતા પોલીસ ડેપ્યુટી કમિશનર વિનીત ગોયલને હટાવવાની માંગ કરી હતી. સરકાર તેમને દૂર કરવા સંમત થઈ ગઈ છે. મમતાએ વધુમાં કહ્યું કે ડોક્ટરો તેમના કામ પર પાછા ફરે, તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 31 વર્ષીય જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના વિરોધમાં દેશભરમાં દેખાવો થયા હતા. પરંતુ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના જુનિયર ડોકટરો હજુ પણ વિરોધ કરી રહ્યા છે. મમતા બેનર્જી તેમને મનાવવાનો પ્રયાસ કરી રહી છે. મમતા સરકારે ફરી એકવાર સતત પાંચમી વખત અને છેલ્લી વખત જુનિયર ડોક્ટરો સાથે વાત કરવાનું આમંત્રણ મોકલ્યું હતું
આ પણ વાંચો – નીતિન ગડકરીએ કર્યો મોટા દાવો, મને વિપક્ષના નેતાએ PM પદ માટે ઓફર કરી હતી!