ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેની એ ભારતની ટીકા કરી છે. તેમણે મુસ્લિમ અધિકારોનું ઉલ્લંઘન કરનારા દેશોમાં ભારતનો સમાવેશ કર્યો છે. ભારત પર મુસ્લિમ દમનનો આરોપ લગાવતા ખમેનીએ ભારતની સાથે મ્યાનમાર અને ગાઝાની પણ ગણતરી કરી છે. ખામેની એ આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે ઈરાન પોતે સુન્ની મુસ્લિમો અને વંશીય લઘુમતીઓના દમનને લઈને આંતરરાષ્ટ્રીય ટીકાનો સામનો કરી રહ્યું છે. હવે વિદેશ મંત્રાલયે પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આવી ટિપ્પણી કરતા પહેલા પોતાનો રેકોર્ડ તપાસવો જોઈએ. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ તાજેતરમાં જ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતની ટીકા કરી હતી. તેમણે ગાઝા અને મ્યાનમારની સાથે ભારતને એવા વિસ્તારો તરીકે સૂચિબદ્ધ કર્યા જ્યાં મુસ્લિમો અત્યાચારનો સામનો કરે છે. તેમણે વિશ્વભરના મુસ્લિમોને પીડિત મુસ્લિમ વસ્તીના રક્ષણ માટે એક થવા વિનંતી કરી.
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ સોમવારે ભારત પર લઘુમતીઓ પર દમન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે ઈરાનના સર્વોચ્ચ નેતાએ વિશ્વભરના મુસ્લિમોને એક થવાનું આહ્વાન પણ કર્યું છે. ઈરાની નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “અમે ભારતમાં લઘુમતીઓ અંગે ઈરાનના સર્વોચ્ચ નેતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓની સખત નિંદા કરીએ છીએ. આ ખોટી માહિતી પર આધારિત છે અને અસ્વીકાર્ય છે. દેશોને લઘુમતીઓ પર ટિપ્પણી કરવાની સલાહ આપી છે. “તેઓએ પોતાનો રેકોર્ડ તપાસવો જોઈએ. અન્ય લોકો વિશે કોઈપણ ટિપ્પણી કરતા પહેલા.
આ પણ વાંચો- ઘરમાં દિવાલ ઘડિયાળ કઈ દિશામાં લગાવવી જોઇએ! જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર