ટાઈગર શ્રોફ કાર ફાયરિંગ કેસમાં ચોંકાવનારો ખુલાસો: હુમલાખોરોનો અસલી ટાર્ગેટ સલમાન ખાન હતો, 3 આરોપી ઝડપાયા

Tiger Shroff Firing Case:

Tiger Shroff Firing Case: બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગના કેસમાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોરોનો અસલી ટાર્ગેટ ટાઈગર શ્રોફ નહીં પરંતુ સલમાન ખાન હતો. શૂટરોએ સલમાન ખાનના ઘર ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ અને તેની આસપાસના વિસ્તારોની રેકી પણ કરી હતી, પરંતુ ત્યાં સઘન પોલીસ સુરક્ષા જોઈને તેઓએ પોતાનો પ્લાન બદલી નાખ્યો હતો. ત્યારબાદ તેઓએ ઓછી સુરક્ષા ધરાવતા સેલિબ્રિટી ટાઈગર શ્રોફને નિશાન બનાવવાની યોજના ઘડી હતી.

Tiger Shroff Firing Case: સોશિયલ મીડિયા પરથી માહિતી મેળવી હુમલો કર્યો

રિપોર્ટ્સ મુજબ, શૂટરોએ અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને આમિર ખાનના ઘરોની આસપાસ પણ રેકી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હુમલાખોરોએ સોશિયલ મીડિયા અને ફેન પેજ દ્વારા ટાઈગર શ્રોફની પ્રવૃત્તિઓ પર નજર રાખી હતી. તેમને જાણવા મળ્યું હતું કે અભિનેતા મુંબઈના જુહુ સ્થિત પુષ્પા નરસી ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમવા આવે છે. રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ ટાઈગર શ્રોફ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બે હુમલાખોરોએ તેમની કારને નિશાન બનાવીને સાત રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ફરાર થઈ ગયા હતા.

આ ગંભીર ઘટના બાદ મુંબઈ પોલીસે ગણતરીના 24 કલાકમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં બિહારના ઋત્વિક ઉર્ફ રોશન (22), અને હરિયાણાના રેહાન (18) તથા ફૂલ સિંહ (18) નો સમાવેશ થાય છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે હુમલાખોરોએ ભાગતી વખતે હથિયાર અજાણી જગ્યાએ ફેંકી દીધા હતા, જેને શોધવા પોલીસ કવાયત કરી રહી છે. બીજી તરફ, ફાયરિંગ બાદ સોશિયલ મીડિયા પર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા હોવાનો દાવો કરતા અનિલ પંડિત નામના વ્યક્તિની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં તેણે હુમલાની જવાબદારી સ્વીકારીને સલમાન ખાનને પણ ધમકી આપી છે. આ ઘટનાને પગલે સલમાન ખાનની સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે.

ટાઇગર શ્રોફ પર ફાયરિંગ પહેલાં 45 મિનિટ રાહ જોતા રહ્યા હુમલાખોરો, 3 આરોપી કોટાથી ઝડપાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *