શંકરસિંહ વાઘેલાના નિવેદન પર વિવાદ, બ્રહ્મ સમાજે કર્યો વિરોધ; દિનેશ બાંભણિયાએ પણ આપ્યો જવાબ

શંકરસિંહ વાઘેલા નિવેદન

શંકરસિંહ વાઘેલા નિવેદન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના તાજેતરના એક નિવેદનને લઈને સામાજિક અને રાજકીય સ્તરે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વાઘેલાએ પટેલ, વાણિયા અને બ્રાહ્મણ સમાજને લઈને આપેલા નિવેદન બાદ બ્રહ્મ સમાજના અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો છે. પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ પણ વાઘેલાના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો છે.

શંકરસિંહ વાઘેલા નિવેદન,જાણો શું કહ્યું હતું?

અહેવાલ મુજબ, અમિત ચાવડાની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ આદિવાસી સમાજની સ્થિતિ અને અનામતના મુદ્દે વાત કરતા પટેલ, વાણિયા અને બ્રાહ્મણ સમાજના લોકોને લઈને મેલું ઉપાડવાનો પડકાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો આ સમાજના લોકો મેલું ઉપાડે તો તેઓ તેમને રૂ. 50 હજાર આપશે. વાઘેલાએ આદિવાસી સમાજ સાથે વર્ષોથી અન્યાય થયો હોવાનો દાવો પણ કર્યો હતો અને અનામતને તેનો વળતર ગણાવ્યું હતું.

શંકરસિંહ વાઘેલા નિવેદન પર બ્રહ્મ સમાજએ આપી પ્રતિક્રિચા

વાઘેલાના નિવેદન સામે પ્રદેશ બ્રહ્મ સમાજના કન્વીનર યજ્ઞેશ દવેએ વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે વાઘેલાને જવાબ આપતા કહ્યું કે ભારતમાં મેલું ઉપાડવાની પ્રથા પર પ્રતિબંધ છે અને વાઘેલાએ બીજાને પડકાર આપવાને બદલે પોતાનાથી શરૂઆત કરવી જોઈએ.

યજ્ઞેશ દવેએ વધુમાં કહ્યું કે જો શંકરસિંહ વાઘેલા તેમના ઘરનું મેલું ઉપાડે તો તેઓ તેમને દર મહિને રૂ. 5 લાખ આપશે.

બ્રહ્મ સમાજના અગ્રણી હિરેન જોશીએ પણ વાઘેલાના નિવેદનની ટીકા કરી છે. તેમણે જાહેર માફી માગવાની માંગ કરી છે અને જો નિવેદન પરત નહીં ખેંચાય તો સમાજના અગ્રણીઓ સાથે મળીને આગળની રણનીતિ નક્કી કરવાની વાત કરી છે.

ઉમિયાધામના પ્રમુખે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું

આ સમગ્ર વિવાદ વચ્ચે ઉમિયાધામના પ્રમુખ બાબુ જમનાદાસ પટેલે આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે. અહેવાલ મુજબ તેમણે કહ્યું કે આ મુદ્દે તેમને કંઈ કહેવું નથી.

દિનેશ બાંભણિયાએ પણ વ્યક્ત કર્યો વિરોધ

બ્રહ્મ સમાજ બાદ પાટીદાર અગ્રણી અને ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ પણ શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે પ્રતિક્રિયા આપી છે. તેમણે નિવેદનને વખોડી કાઢતાં કહ્યું કે સમાજો વચ્ચે વર્ગવિગ્રહ ઊભો કરવાનો પ્રયાસ ન થવો જોઈએ.બાંભણિયાએ આ મામલે કાયદાકીય લડત લડવાની પણ ચીમકી આપી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.આમ, શંકરસિંહ વાઘેલાના નિવેદન બાદ બ્રહ્મ સમાજ અને પાટીદાર સમાજના કેટલાક અગ્રણીઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે. હવે વાઘેલા આ મામલે કોઈ સ્પષ્ટતા કરે છે કે નહીં અને નિવેદન અંગે આગળ કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તેના પર નજર રહેશે.

 

નાયરા પેટ્રોલ પંપ પર ભાવ વધારો: પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *