Global Heatwave Report: સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી [Severe Heatwave] અને લૂએ રીતસરનો હાહાકાર મચાવી દીધો છે. તાજેતરના એક ચોંકાવનારા વૈશ્વિક રિપોર્ટ [Global Heatwave Report] મુજબ, દુનિયાના 100 સૌથી વધુ ગરમ શહેરોની [100 Hottest Cities in the World] યાદીમાં 97 શહેરો માત્ર ભારતના જ હોવાનું નોંધાયું છે. આ ભયાનક આંકડાઓ દર્શાવે છે કે ઉત્તર, મધ્ય અને પૂર્વીય ભારતના રાજ્યો હાલ ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યા છે, જેના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે.
Global Heatwave Report: ઓડિશાનું બાલાંગીર દેશનું સૌથી ગરમ શહેર
તાપમાનના મોનિટરિંગ એજન્સીઓના ડેટા અનુસાર, બપોરે 2:50 વાગ્યાના સમયગાળા દરમિયાન ગરમી તેની સર્વોચ્ચ સપાટીએ જોવા મળે છે. ગુરુવારના આંકડા મુજબ, ઓડિશાનું બાલાંગીર [Balangir Odisha] 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ભારતનું સૌથી ગરમ શહેર બન્યું છે. આ ઉપરાંત બિહારના સાસારામમાં 48 ડિગ્રી અને ઉત્તર પ્રદેશના વારાણસીમાં 47 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ યાદીમાં મુઝફ્ફરનગર, અયોધ્યા, પટિયાલા, ગ્વાલિયર, ધનબાદ, આગરા અને ચંડીગઢ જેવા શહેરોનો પણ સમાવેશ થાય છે જ્યાં સવારે 11 વાગ્યા પછી જ પારો 45 ડિગ્રીને પાર કરી જાય છે. ભારત ઉપરાંત પડોશી દેશ નેપાળમાં [Nepal Heatwave] પણ ભીષણ ગરમીથી હાહાકાર મચ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા કડક ગાઈડલાઈન્સ જારી
આકરા તાપમાન અને સીધી લૂ ના કારણે હીટસ્ટ્રોક [Heatstroke] અને ડીહાઈડ્રેશનના કેસોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. અત્યાર સુધીમાં ગરમીથી તબિયત લથડી હોય તેવા 300 થી વધુ ગંભીર કેસો નોંધાઈ ચૂક્યા છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા દેશના આરોગ્ય વિભાગ [Health Department] દ્વારા દિલ્હી, નોઈડા, ગુરૂગ્રામ અને ગાઝિયાબાદ જેવા મહાનગરો માટે ખાસ હેલ્થ ગાઈડલાઈન્સ [Health Guidelines] જાહેર કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને કામ વગર બપોરે ઘરની બહાર ન નીકળવા અને સતત પ્રવાહી લેતા રહેવાની કડક તાકીદ કરવામાં આવી છે.
આ પણ વાંચો: PF ખાતાધારકોની મોજ: હવે માત્ર એક WhatsApp મેસેજથી જાણી શકાશે PF બેલેન્સ અને ક્લેમ સ્ટેટસ

