Gujarat BJP Appointment: ગુજરાત પ્રદેશ ભાજપ (Gujarat BJP) દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી આજે મહત્વની સંગઠનાત્મક નિમણૂંકો (Organizational Appointment) જાહેર કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) ના આદેશ અનુસાર, ભાજપના વિવિધ 7 મોરચાઓ તેમજ રાજ્યના મુખ્ય મહાનગરો અને જિલ્લાઓમાં નવા પ્રભારીઓની વરણી કરવામાં આવી છે. તમામ નવનિયુક્ત હોદ્દેદારોને તાત્કાલિક અસરથી પોતાની જવાબદારી સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP દ્વારા પ્રદેશ મોરચાઓના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે.
નવનિયુક્ત પ્રભારીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. pic.twitter.com/hgCTf3N2Bk
— BJP Gujarat (@BJP4Gujarat) March 2, 2026
Gujarat BJP Appointment: વિવિધ મોરચાના નવા પ્રભારીઓ
પ્રદેશ ભાજપ દ્વારા સાત મુખ્ય મોરચાઓના સુકાનીઓની જાહેરાત કરવામાં આવી છે:
યુવા મોરચા (BJYM): કિરીટ પટેલ (Kirit Patel)
મહિલા મોરચા (Mahila Morcha): શબ્દશરણ બ્રહ્મભટ્ટ (Shabdsharan Brahmbhatt)
OBC મોરચા: નટુજી ઠાકોર (Natuji Thakor)
SC મોરચા: હિતેષ પટેલ (Hitesh Patel)
ST મોરચા: ગીતાબેન રાઠવા (Geetaben Rathwa)
લઘુમતી મોરચા (Minority Wing): રસિક પ્રજાપતિ (Rasik Prajapati)
મહાનગરોની જવાબદારી અને નવી નિમણૂંક (City In-charge)
ગાંધીનગર (Gandhinagar) થી જાહેર કરાયેલ યાદી મુજબ, રાજ્યના ચાર મુખ્ય મહાનગરોમાં સંગઠનની કમાન નીચે મુજબના નેતાઓને સોંપવામાં આવી છે:
અમદાવાદ (Ahmedabad): અજય બ્રહ્મભટ્ટ (Ajay Brahmbhatt)
સુરત (Surat): પ્રશાંત કોરાટ (Prashant Korat)
રાજકોટ (Rajkot): અનિરૂદ્ધ દવે (Aniruddh Dave)
વડોદરા (Vadodara): હિતેન્દ્રસિંહ ચૌહાણ (Hitendrasinh Chauhan)
આ ઉપરાંત ભાવનગર સહિતના અન્ય જિલ્લાઓમાં પણ નવા પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સમયમાં સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વેગ આપવાનો છે.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP દ્વારા જિલ્લા/મહાનગરના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે.
નવનિયુક્ત પ્રભારીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. pic.twitter.com/4QEVf3eDny
— BJP Gujarat (@BJP4Gujarat) March 2, 2026
નોંધનીય છે કે સંગઠનને મજબૂત કરવા ભાજપની રણનીતિ (BJP Organizational Strategy)
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવેલી આ નિમણૂંકો પાછળ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને સંગઠનને પાયાના સ્તર સુધી વધુ સક્રિય કરવાનો સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) દ્વારા જે રીતે વિવિધ સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને 7 મોરચાના પ્રભારીઓની વરણી કરવામાં આવી છે, તે ભાજપની ‘માઈક્રો-પ્લાનિંગ’ વ્યૂહરચનાનો એક ભાગ માનવામાં આવે છે. ખાસ કરીને અમદાવાદ (Ahmedabad), સુરત (Surat), રાજકોટ (Rajkot) અને વડોદરા (Vadodara) જેવા મહાનગરોમાં સંગઠનાત્મક અનુભવ ધરાવતા નેતાઓને જવાબદારી સોંપીને ભાજપ શહેરી વિસ્તારોમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માંગે છે.

